Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પોરબંદરઃ બાલાચડી સૈનિક શાળા પ્રવેશ પરિક્ષાનો પ્રારંભીક કોલ યાદી પ્રસિધ્ધ

પોરબંદર તા.પ :  જામનગર (ગુજરાત) બાલાચડી સૈનિક શાળામાં પ્રવેશ માટે ફેબ્રુઆરી ર૦ર૧માં યોજવામાં આવેલી અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા ર૦ર૧ના પ્રારંભીક કોલની યાદી શાળાની વેબસાઇટ  www.ssbalachadi. ogr પર પ્રકાશીત કરવામાં આવી છે.

પ્રારંભીક કોલની યાદીમાં ધોરણ અનુસાર લિંગ અનુસાર, શ્રેણી અનુસાર ઉમેદવારોનો રોલ નંબર ક્રમમાં રાખવામા઼ આવ્યા છે. જેમાં પ્રત્યેકની ખાલી જગ્યા માટે ૩ ઉમેદવારનો રેશિયો રાખવામાં આવ્યો છે. આ ઉમેદવારોએ તબીબી પરીક્ષણ કરાવવું આવશ્યક છે. શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોના તબીબી પરીક્ષણ પછી પ્રથમ મેરિટ યાદી મે ર૦ર૧ (હંગામી ધોરણે)માં પ્રકાશિત કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(12:00 pm IST)