Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જામનગરમાં ઘર છોડીને ભાગેલી યુવતીએ ઝેરી દવા પીઘી : પ્રેમી નિકાહ કરવાને બદલે ત્રાસ આપતા ઝેરના પારખા કર્યા

હાજી અયુબ નિકાહ કરતો ન હતો અને હેરાન કરી માર કૂટ અને ત્રાસ ગુજારતો હોવાનો સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ

 

જામનગર : જામનગરમાં એક યુવતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણી ને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી યુવતીએ સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતે અન્ય એક યુવક સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી પરંતુ તે નીકાહ કરતો ન હોવાથી અને ત્રાસ આપતો હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું લખ્યું હતું. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી તપાસ હાથ શરૂ કરી છે.

   જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી તસ્લીમબેન વલીભાઈ તાયાણી નામની 24 વર્ષની યુવતીએ જીજી હોસ્પિટલની સામે ઝેરી દવા પી લેતા તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.તેની બાજુમાંથી એક જંતુનાશક દવાની બોટલ તેમજ એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તેણી એ લખેલી ચિઠ્ઠીમાં પોતે હાજી અયુબ ખફી નામના યુવક સાથે પોતાનું ઘર છોડીને ત્રણેક મહિના પહેલા ચાલી ગઇ હતી. અને તેની સાથે નિકાહ કરવાના હતા. પરંતુ હાજી અયુબ નિકાહ કરતો ન હતો અને પોતાને હેરાન પરેશાન કરી માર કૂટ અને ત્રાસ ગુજારતો હતો. જેનાથી પોતે કંટાળી ગઈ હતી અને મરવા સિવાય કોઈ રસ્તો ન હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનું લખ્યું હતું.

(1:08 am IST)