Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કોરોના વાયરસને પગલે વહીવટી તંત્ર સતર્ક : સાસણમાં હોટેલ એસો.ને વિદેશી પ્રવાસીઓને યાદી આપવા સૂચના

જૂનાગઢમાં ઇરાનના વેપારીને આઇસોલેશન વોર્ડમાં રખાયા : સાસણમાં મેડિકલ ટીમ તૈનાત

અમદાવાદ : કોરોના વાયરસને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે રાજ્યની સાથે જૂનાગઢમાં પણ વહીવટી તંત્ર સજજ બન્યુ છે.. ખાસ કરીને સમગ્ર દેશ વિદેશમાંથી જ્યાં પ્રવાસીઓ આવે છે તે સાસણમાં પણ એક મેડિકલ ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે..જૂનાગઢમાં પણ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.જેમાં એક ઇરાનના વેપારીને આઇસોલેશન વોર્ડમાં રખાયા છે..જ્યારે સાસણમાં પણ હોટલ એસોસિએશનને વિદેશી પ્રવાસીઓને યાદી આપવા તથા તેની તંત્રને જાણ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

(10:31 pm IST)