Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

રવિવારે ઈટાલીથી અમરેલીમાં આવેલ વ્યક્તિની મેડિકલ તપાસ શરુ : કોરોના વાયરસને લઈને આરોગ્ય તંત્ર સતર્ક

શરદીના લક્ષણો જોવા મળતા સેમ્પલ લેવાયા: સિવિલમાં ઓબ્ઝર્વેશન વોર્ડમાં સારવાર

અમરેલી : કોરોના વાયરસને લઇને દેશભરમાં સતર્કતા દાખવાઈ રહી છે વિશ્વના અનેક દેશો કોરોના વાયરસના લપેટમાં આવ્યા છે ત્યારે અમરેલીમા પહેલી માચેૅ ઈટાલીથી આવેલા વ્યક્તિની મેડીકલ તપાસ શરુ કરાઈ છે

 કોરોનાને લઈ જીલ્લા આરોગ્ય વિભાગ સતકૅ બન્યું છે ત્યારે1 માર્ચના ઇટાલીથી આવેલા એક વ્યક્તિની મેડિકલ તપાસ શરૂ કરાઈ છે શરદીના  લક્ષણો જોવા મળતા સેમ્પલ લેવામાં આવ્યા હતા જિલ્લા કલેકટર આયુષ ઓકે ઇટાલીથી આવેલા વ્યક્તિને શરદી હોવાનું સ્વીકાર્યું છે

સેમ્પલ મોકલવામાં આવ્યા હોવાનું કલેકટર આયુષ ઓકે જણાવ્યું છે અને આવતીકાલ સુધીમાં કોરાના વાયરસના લક્ષણ છે કે કેમ તે અંગે સ્પષ્ટ માહિતી મળશે હાલ અમરેલી સિવિલના ઓબ્ઝર્વેશન વોર્ડમાં શંકાસ્પદ વ્યક્તિની સારવાર શરૂ કરાઈ…

(9:05 pm IST)