Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સોનગઢમાં કમોસમી વરસાદઃ ભાવનગરમાં માછલીનો વરસાદ વરસતા કુતૂહલ

ભાવનગર, તા. ૫ :. ભાવનગર જિલ્લાના સોનગઢમાં આજે બપોરે વાદળછાંયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લગભગ ૧૦ થી ૧૫ મીનીટ ઝરમર વરસાદ વરસતા રસ્તા ભીના થઈ ગયા હતા. ધોમધખતા તાપમાં અચાનક માવઠુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભાવનગરના પીરછલ્લા શેરી નજીકના વિસ્તારમાં એટલે કે બરફવાળા કારખાનાના વિસ્તારોમાં કમોસમી માવઠાની સાથે માછલીઓ પણ વરસી પડતા લોકોમાં કુતુહલ છવાયુ છે.

આખો દિવસ અસહ્ય ઉકળાટ રહ્યા બાદ સાંજે ૪ વાગ્યા આસપાસ કમોસમી વરસાદ ગાજવીજ સાથે શરૂ થતા ભાવનગરમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

(4:36 pm IST)