Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જસદણમાં ચૂંટણીના મનદુઃખમાં ભરતભાઈ જેબલીયા પર પિતા-પુત્રનો ધોકાથી હુમલો

મનુભાઈ ધાંધલ તથા તેના પુત્ર રોહીત સામે પોલીસમાં ફરીયાદ : પ્રાઈડ સિનેમા પાછળ વાડીમાં હસુભાઈ કોળી પર આદિવાસી શખ્સનો લાકડાના ધોકાથી હુમલો

રાજકોટ, તા. ૫ :. જસદણમાં ચૂંટણીના હારજીતના મનદુઃખમાં કાઠી દરબાર પ્રૌઢ પર પિતા-પુત્રએ ધોકાથી હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ ગંગાભવન શેરી નં.૭, સાંદીપનિ સ્કૂલ પાસે રહેતા ભરત મનુભાઈ જેબલીયા (ઉ.વ. ૪૭) નગરપાલિકા કન્યા વિનય સ્કૂલની પાસે હતા ત્યારે મનુભાઈ શાંતુભાઈ ધાંધલ તથા તેના પુત્ર રોહીતે ધસી આવી ઝઘડો કરી લાકડાના ધોકાથી હુમલો કરી ઈજા કરી હતી. ઈજાગ્રસ્ત ભરતભાઈ દોઢેક મહિના પહેલા નગરપાલિકાની પેટાચૂંટણીમાં જીત્યા હતા અને સામાવાળા મનુભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી હારી જતા તે બાબતે બન્ને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય આ હુમલો થયો હતો. બનાવ અંગે જસદણ પોલીસે પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જસદણ સીટી પ્રાઈડ સિનેમા પાછળ આવેલ ભરતભાઈ છાયાણીની વાડીએ હસુ મેઘાભાઈ કોળી રહે. હાલ આટકોટની સીમ ઉપર વાડીમાં જ રહેતા ભુવરસિંગ છત્રસિંગ આદિવાસીએ લાકડાના ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત હસુભાઈને પોતાની વાડીએ ઘંઉ વાઢવા માટે મજુરોની જરૂર હોય ઉકત સ્થળે આવતા આરોપી ભુવરસિંગે કહેલ કે 'તું અત્યારે મારી વાડએ કેમ આવ્યો ?' તેમ કહી હુમલો કર્યો હતો. આ અંગે આદિવાસી શખ્સ સામે ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.(૨-૯)

(1:08 pm IST)