Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પાર્કિગ બનાવવા માટે થાનગઢ પાલીકાએ બગીચાના ૨૦ વૃક્ષોને કાપી નાખતા રોષ

વઢવાણ, તા.૫: થાનગઢ નગરપાલિકાની એક મનમાની સામે આવી છે. થાનગઢ નગરપાલિકામાં પાર્કિંગની વ્યવસ્થાના અભાવના કારણે નગરપાલિકાની બાજુમાં આવેલા બગીચામાં ૨૦ થી વધુ ઘટાદાર વૃક્ષો કાપીને આ બગીચામાં થાન નગરપાલિકાનો પાર્કિંગનું પાર્કિંગ બનાવી નાખવામાં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે...

પાલિકાના વાહનો રાખવાં માટે બગીચા ના ઝાડ કાપ્યા હોવાની ચર્ચા વહેતી બનતા પાલિકાના ઝાડ કાપવા જંગલ ખાતા પાસેથી મંજુરી લીધી કે કેમ? તેવાં અનેક પ્રકાર ના સવાલ ઉઠીયા છે.ત્યારે થાનમાં આવેલ એક માત્ર બગીચો વેરાન બનતા લોકો અને પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી છે..

એકસાથે ૨૦ થી વધુ વૃક્ષો થાન નગરપાલિકા દ્વારા બગીચામાંથી કાપી નાખવામાં આવતા ફોરેસ્ટ વિભાગ પણ ઊંઘતું ઝડપાયું છે ત્યારે આગામી સમયમાં ફોરેસ્ટ વિભાગ આ બાબતને ઉચ્ચતર રીતે કાર્યવાહી કરી નગરપાલિકા સામે કાયદાકીય પગલાં ભરે તેવી લોક માંગ છે.

(1:04 pm IST)