Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જૂનાગઢમાં રસ્તા પ્રશ્ને કોંગ્રેસે રેલી યોજીઃ રજૂઆત

ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલની આગેવાનીમાં મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું

જૂનાગઢ, તા. ૫ :. શહેરમાં બિસ્માર અને ભયજનક રસ્તાનું કામ તાકિદે શરૂ કરવા કોંગ્રેસ દ્વારા રેલી યોજી મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, કાળવાચોકથી લઈ જયશ્રી ટોકીઝ અને ગાંધી ચોક સુધીનો બિસ્માર અને ભયજનક રોડ છે. જેના કારણે હજારો વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીની આગેવાનીમાં જયશ્રી સિનેમાથી મ્યુ. કોર્પોરેશન કચેરી સુધી તંત્રને જગાડવા રેલી યોજી મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.

આ રેલીમાં કોંગ્રેસના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

(1:04 pm IST)