Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

બાબરામાં ધો. ૧૦ ની પરીક્ષાનના પ્રારંભે શુભેચ્છા પાઠવતા ભાજપ આગેવાનો

બાબરા : સમગ્ર ગુજરાતમાં ધો. ૧૦ અને ૧રની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બાબરા કે.પી.ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ધો. ૧૦ના વિદ્યાર્થીને શહેર ભાજપ અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવીનો ફુલ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે શહેર અને તાલકુા ભાજપના તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે તેવા શુભકામના પાઠવી હતી. (તસ્વીર : દીપક કનૈયા બાબરા)

(1:02 pm IST)