Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સુરેન્દ્રનગર - જિલ્લામાં કુમકુમ તિલક સાથે બોર્ડના પરીક્ષાર્થીઓનું સ્વાગત

વઢવાણ : સુરેન્દ્રનગર તેમજ જિલ્લાઓમાં આજે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો જયારે પ્રારંભ થયો છે ત્યારે આજે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા માટે જુદી જુદી શાળાઓમાં પધાર્યા છે ત્યારે આજે પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ પ્રથમ દિવસે બોર્ડની પરીક્ષા અનુલક્ષીને આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખ તેમજ દરેક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં આવકારી અને ગુલાબ આપી અને પરીક્ષાર્થીઓની સફળતા પ્રાપ્ત થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં આજે બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે ધોરણ ૧૦માં ૮૬ કેન્દ્રો અને ધોરણ-૧૨માં વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આજે આર.પી.પી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને શિક્ષણ અધિકારી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે આજે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ધોરણ ૧૦માં અંદાજે ૨૫ હજાર ૧૭૦ અને ધોરણ-૧૨માં સામાન્ય પ્રવાહમાં ૧૨૭૩૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૮૨૭ મળી કુલ ૧૪૫૦૦ ૫૭ પરીક્ષાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમજ પરીક્ષા સંદર્ભે બીપી પરીક્ષાઓને ધ્યાનમાં લઇ જેતે શાળા માં હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને જરા પણ તકલીફ ન પડે જેની પણ સંપૂર્ણપણે વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું ત્યારે હાલમાં બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગયેલ છે. શાંત વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોવાનું હાલમાં જણાવવામાં આવ્યું છે.(તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(1:01 pm IST)