Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

મોરબીની એલઇ કોલેજની મહિલા હોસ્ટેલના ગ્રાઉન્ડમાં બસમાં આગ લાગી

મોરબી : સામાકાંઠે આવેલ એલ ઈ કોલેજની મહિલા હોસ્ટેલના ગ્રાઉન્ડમાં પડી રહેતી બસમાં આગ લાગી હતી આગના બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમના દર્શન પરમાર, વીજય પંડ્યા અને પ્રીતેશ નગવાડીયા સહિતની ટીમ પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો હોસ્ટેલના ગ્રાઉન્ડમાં પડેલી બસનો ઉપયોગ કરાતો ના હોય અને આગને પગલે બસમાં નુકશાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જોકે બનાવમાં કોઈને ઈજા કે જાનહાની ના થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

(1:00 pm IST)