Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વણા ગામની સીમમાં ૪ પીસ્તોલ, ૪ તમંચા, કાર્તુસ સાથે પાંચ ઝડપાયા

લખતર તાલુકામાં ગેરકાયદે હથિયારો ઘુસાડવાના રેકેટનો પર્દાફાશઃ મધ્યપ્રદેશથી લઇને વેચતા'તા

વઢવાણ તા.૫: સંદીપ સિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગએ  સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગાર હથિયાર ધારા હેઠળના  વધુમાં વધુ કેશો શોધી કાઢવા અંગે અસરકારક કાર્યવાહી કરી કરાવવા ખાસ સુચના કરવામાં આવેલ જે અંગે  પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાએ જીલ્લામાં અવાર નવાર બનતા ફાયરીંગના બનાવો અટકાવવા  માટે ગે.કા. હથિયારો રાખનાર ઈસમો શોધી કાઢી હથિયારધારાના વધુમાં વધુ કેસો  કરવા તેમજ પોલીસ  વિભાગ દ્વારા  કબ્જે કરવામાં આવતા ગે-કા હથીયારો મોટા ભાગે બહારના રાજ્યમાંથી આવતા હોય જેથી આવા  રેકેનો પર્દાફાશ કરવા ડી.એમ. ઢોલ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી.  સુરેન્દ્રનગર નાઓને  જરૂરી સુચના માર્ગદર્શન આપેલ.

જે મુજબ એલ.સી.બી.નાઓએ પો.સબ.ઈન્સ. વી.આર.જાડેજા  એલ.સી.બી.  શાખાના તમામ કર્મચારીઓને બહારના રાજ્યમાંથી તેમા પણ ખાસ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં ખેત મજુરી કે અન્ય ધંધાર્થે ગુજરાત રાજ્યમાં આવતા અમુક અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસરના હથિયારો ગુજરાત રાજ્યમાં ઘુસાડવા અંગેનું સુવ્યવસ્થિત રેકેટ ચલાવવામાં આવતુ હોય જે રેકેટ શોધી કાઢવા તેમજ રેકેટમાં સંડોવાય તમામ આરોપીઓને ગે-કા હથિયારો સાથે ઝડપી પાડવા સારૂ સાથે રહી માર્ગદર્શન આપેલ.

જે સબબ જરૂરી વર્કઆઉટ કરી એલ.સી.બી. ટીમ દ્વારા લખતર તથા પાટડી તાલુકા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવેલ. જે કોમ્બીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમને મળેલ ચોક્કસ હકીકત આધારે વણા - મોઢવાણા ગામના  સીમાડે આવેલ ગેલાહરી નામે ઓળખાતી તલાવડી પાસે આવેલ બહુચર માતાજીના મંદીર પાસેથી  મુસ્તુફાખાન રહીમખાન જતમલેક રહે. ઝેઝરી તા. પાટડી  વાળો માં દેશી હાથ બનાવટની પીસ્તોલ કી.રૂ. ૨૦,૦૦૦/- તથા  મોબાઇલ ફોન નંગ - કિ. રૂ. ૫૦૦/- મળી કુલ રૂ. ૨૦,૫૦૦/ના મુદ્દામાલ સાથે તથા પોપટ ઉર્ફે શકિત લાલજીભાઇ  પચાળા રહે વાણા તા. લખતર વાળાએ દેશી હાથ બનાવટનો તમંચો કિ. રૂ. ૫૦૦૦/-  તથા મોબાઇલ  ફોન નંગ - ૧ કિ. રૂ. ૨૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પુછતા સદર હથિયાર આરોપી દરબાન રાયસીંગભાઇ  અવાસીયા  રહે.  બઇડીયા તા. સોંડવા જી. અલીરાજપુર રાજ્ય મધ્યપ્રદેશ  હાલ રહે. વણા ગામની સીમ પ્રકાશભાઇ પટેલની વાડી તા. લખતર  વાળાએ વેચાણથી આપેલ હોવાની કબુલાત આપેલ.

જે દરમ્યાન મળેલ હકીકત આધારે આરોપી દરબાન વણા ગામની સીમ પ્રકાશભાઇ પટેલની વાડી તા. લખતર વાળાની  વણા ગામની સીમમાં પ્રકાશભાઇ પ્રભુભાઇ પટેલની વાડીએથી એલ.સી.બી. ટીમ દ્વારા  પુરતી તૈયારી સાથે છાપો મારતા આરોપી દરબારન રાયસીંગભાઇ અવાસીયા આદીવાસી ઉ.વ. ૨૧ ધંધો ખેતી ગે-કા પાસ પરવાના વગર પોતાના કબજા ભોગવટામાં એક દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો નંગ ૧ કિ. રૂ. પ,૦૦૦ તથા એક સીલ્વર કલરની લોખંડની દેશી હાથ બનાવટની જૂની પીસ્તોલ કી. રૂ. ર૦,૦૦૦ તથા એક કાળા કલરની લોખંડની દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ કી. રૂ. ર૦,૦૦૦ તથા આશરે એક ઇંચ લંબાઇના પીતળના કે.એફ. ૭.૬પ લખેલ કારતુસ નંગ-ર, કિ. રૂ. ર૦૦ તથા એક વીવો કંપનીનો મો. કિ. ર,૦૦૦, મળી કુલ રૂ. ૪૭,ર૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવેલ.

બાદ મજકુર ઇસમની પુછપરછ કરતા આજેથી દશ બાર દિવસ પહેલા મુસ્તુફાખાન એક દેશી હાથ બનાવટની પીસ્તોલ રૂ. ૩૦,૦૦૦ માં તથા પોપટ ઉર્ફે શકિત એક દેશી હાથ બનાવટનો સીંગલ બેરલ તમંચો કિ. રૂ. ૧૦,૦૦૦ માં બંનેને એક સાથે વેચેલ એમ હકિકત જણાવેલ. જેથી મજકુર ઇસમને તેની પાસે બીજા કોઇ હથીયાર છે કે કેમ ? તે બાબતે પુછતા પ્રથમ તો પોતાની પાસે બીજ કોઇ હથિયાર નથી એમ જણાવેલ પરંુત મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા મામા કુવરસિંહ ઉર્ફે ગોરધન સુનીયાભાઇ ધનાભાઇ ચંગુર  (ચૌહાણ) આદીવાસી રહે. બીલઝરી તા. સીલૌતા જી. અલીરાજપુર મધ્ય પ્રદેશ હાલ રહે. વણા ગામની સીમ, વણા સરપંચ વાસુભાઇ પટેલની વાડીએ વાળા પાસેથી દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૩, તથા તેના કારતુસ-નંગ-ર તથા દેશી હાથ બનાવટના સીંગલ બેરલ તમંચા નગ-ર જેમાં પીસ્તોલ રૂ. ૧પ,૦૦૦ ના ભાવે તથા તમંચો રૂ. પ હજારના ભાવે વેચાતા લીધેલ હતા તે વખતે મામા પાસે બીજા પણ બે-ત્રણ હથિયાર હોવાનું મે જોયેલ છે. એમ હકિકત જણાવેલ.

જેથી મજકુર ઇસમને સાથે રાખી તેના મામા કુવરસિંહ ઉર્ફે ગોરધન જે કે વણા ગામની સીમમાં સરપંચ વાસુભાઇ પટેલની વાડીએ રહેતો હોય ત્યાં એલ. સી. બી. ટીમ દ્વારા છાપો મારતા તે ઓરડીએથી કુલ-ર ઇસમો મળી આવતા જે પૈકી  ડુમાભાઇ - કેમતાભાઇ પુનીયાભાઇ ભયડીયા આદીવાળી ઉ.ર૧ ધંધો ખેતી રહે. ભયડી ફળીયા, ગામ બીલઝરી તા. સિલોતા જી. અલીરાજપુર મધ્ય પ્રદેશ હાલ રહે. અણીન્દ્રા ગામની સીમમાં વિરૂભા દરબારની વાડીએ તા. લખતર વાળો પોતાના કબ્જા ભોગવટામાં એક દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો કિ. રૂ. પ૦૦૦ ગણી કબ્જે કરેલ છે તેમજ (પ) કુંવરસિંહ ઉર્ફે ગોરન એસ/ઓ સુનરીયાભાઇ ધનાભાઇ ચંગુર (ચૌહાણ) આદિવાસી ઉ.વ.૩ર ધંધો તેની રહે. બીલઝરી તા.સિલૌતા જી. અલીરાજપુર મધ્યપ્રદશે હાલ રહે.વણા ગામની સીમ, વણા સરપંચ વાસુભાઇ ગોવિંદભાઇપટેલની સદર વાડીએ પોતાના કબ્જા ભોગવટામાં એક દેશી હાથ બનાવવટનો કાળા કલરનો બાર બોર સીંગલ બેરલનો લોખંડનો તમંચો કિ. રૂ. પ૦૦૦/- તથા એક સિલ્વર કલરની લોખંડની દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ કિ. રૂ. ર૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-ર કિ. રૂ. ૧,૦૦૦/- મળી કુલ રૂ.ર૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી કબજે કરાવમાં આવેલ છે.

બાદ મજકુર ઇસમની સદર હથીયારો બાબતે પુછપરછ કરતા આજથી પંદરેક દિવસ પહેલા વતનમાં ગામડે ગયેલ ત્યારે ગોવિંદ ઉર્ફે કાલુ આદિવાસી રહે. બીલઝરી તા. સિલોતા જી. અલીરાજપુર એમ.પી. પાસેથી કુલ -૮ હથિયારો જેમાં કુલ-૪ પીસ્તોલ રૂ. ૧૪,૦૦૦/- માં એક નંગ તથા કુલ-૪ તમંચા રૂ. ૪૦૦૦/- માં એક નંગ ના ભાવે લીધેલ હતા. ત્યાંથી કપડાના થેલામાં ભરી લકઝરી બસ મારફતે વાડીએ આવેલ તેમાંથી તમંચા નંગ-ર રૂ. ૧૦,૦૦૦/-માં તથા પીસ્તોલ નંગ-૩ રૂ. ૬૦,૦૦૦/- માં ભાણા દરબાન રાયસીંગભાઇ અવાસીયાને વેચેલ તથા એક દેશી હાથ બનાવટનો તમંચો સાળા ડુમાભાઇ કેમતાભાઇ ભયડીયાને રૂ. પ૦૦૦/-માં વેચેલ. તેમજ આ સિવાય એક તમંચો તથા એક પીસ્તોલ હતી તે કાઢી આપેલ છે. તમામ મુદ્દામાલ કબ્જે કરી મજકુર પાંચેય આરોપીઓ વિરૂધ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા મુજબ અલગ અલગ ગુન્હાઓ રજી. કરાવવા કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામના આરોપીઓએ આ સિવાય અન્ય કેટલા હથિયારો ગુજરાત રાજયમાં ઘુસાડેલ છે ? કોને કોને વેચેલ છે ? સદરહ હથિયારો કોણ બનાવે છે કયાથી બનાવે છે ? સદરહ રેકેટ સુચારૂ વ્યવસ્થિત કેવી રીતે ચાલે છે ? કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે ? વિગેરે બાબતે ચોક્કસ હકિકત મેળવી ગે-કા હથીાયરો ગુજરાત રાજયમાં ઘુસાડવા અંગેનો રેકડટનો પર્દાફાસ કરવા અંગે આગળની કાર્યવાહી ચાલુમાં છે.

એલ.સી.બી. એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા નારાયણભાઇ દેવજીભાઇ તથા પો. હેડ કોન્સ. નીકુલસિંહ ભુપતસિંહ તથા હીતેષભાઇ જેસીંગભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા પો. કોન્સ. અજયસિંહ વિજયસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભપુતભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવીણભાઇનિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ તથા અશ્વિનભાઇ ઠાકરણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ચમનભાઇ જશરાજભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ એ રીતેની ટીમ દ્વારા કુલ-પ આરોપીઓને ગે-કા. હથિયારો નંગ-૮ સાથે શોધી કાઢેલ છે.

(12:59 pm IST)