Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

લીલીયા વિસ્તારનાં શેત્રુંજી નદીમાંથી રેતી ચોરતા છ ડમ્પર ઝડપાયા

દામનગર-અમરેલી-રાજુલા, તા.૫: પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય અમરેલી જીલ્લામાં નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય, અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય, તેમજ પર્યાવરણને ખુબ જ નુકશાન કરતાં હોય, જેથી રેતી ચોરી સદંતર બંધ કરવા જરૂરી સુચનાં આપેલ હોય જે અન્વયે ર્ંએસ.ઓ.જી.ર્ં અમરેલીના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.ડી.જાડેર્જાં તથા પો.સબ ઈન્સ., ર્ંમહેશ મોર્રીં તથા ર્ંએસ.ઓ.જી.ટીર્મં લીલીયા પો.સ્ટે, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન હકિકત મળેલ કે, લીલીયા તાલુકાનાં લોકા-લોકી-સાવર ગામની સીમમાં પસાર થતી શેત્રુંજી નદીનાં પટ્ટમાં અમુક ઇસમો રેતી ચોરી-ખનન કરી લોડર થી ડમ્પરો ભરી ગેરકાયદેસર રીતે ચોરી કરે છે. જે અનુસંધાને ૮ (આંઠ) આરોપીઓને રેતી ચોરી કરતા ઈસમોને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

રેતી ચોરી કરતા પકડાયેલ આરોપીઓઃ લાલજીભાઇ મગનભાઇ ખીમાણીયા, ઉવ.૨૪, દ્યંદ્યો-ડ્રાઈવીંગ, રહે.નાનાલીલીયા, મફત પ્લોટ વિસ્તાર ૨. મેહુલ વિનુભાઇ કડેવાળ, ઉવ.-૨૪, દ્યંદ્યો-ડ્રાઈવીંગ, રહે.જુના સાવર, મેઇન બજાર, મેલડી માતાનાં મંદિર પાસ,ે ૩. સાગર ખીમજીભાઇ સોલંકી ઉવ., ૨૭, રહે.જુના સાવર, પ્લોટ વિસ્તાર, વેલનાથ વાડી પાછળ, ૪. કાળુભાઇ બાલાભાઇ મોરવાડીયા, ઉવ.૨૧, દ્યંદ્યો-ડ્રાઈવીંગ, રહે. જુના સાવર, પ્લોટ વિસ્તાર, ૫. વિજયભાઇ વલ્લભભાઇ પાટડીયા, ઉવ.૩૩, દ્યંદ્યો-ડ્રાઈવીંગ, રહે.દામનગર સિતારામનગર, વેલનાથ મંદિર પાસે, ભુરખીયા રોડ, ૬.ઘનજીભાઇ સોમાભાઇ આગોણીયા .વ.-૩૨, દ્યંદ્યો-ડ્રાઈવીંગ રહે.દામનગર જુની શાક માર્કેટે પાછળ, ૭. ભાવેશભાઇ મગનભાઇ ખીમાણી, ઉવ.૨૨, દ્યંદ્યો-ડ્રાઈવીંગ, રહે.નાનાલીલીયા, પાણીનાં ટાંકા પાસે, લોકી રોડ, ૮. લાલજીભાઇ વિનુભાઇ પીપળીયા, ઉવ.-૨૪, દ્યંદ્યો-ડ્રાઈવીંગ, રહે.શેઢાવદર, પ્લોટ વિસ્તાર છે.અને મહાવિરભાઇ અનકભાઇ ખુમાણ,રહે.જુના સાવર, ૨.ઉદયભાઇ ભાભલુભાઇ ખુમાણ, રહે.જુના સાવર ૩. રમેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ ખિમજીભાઇ રાનાણી,રહે.દહીંથરા,તા.લાઠી ૪. વિજયભાઇ દેવજીભાઇ વઢેળ, રહે.મેમદા, તા.લાઠી ફરાર થઇ ગયેલ છે.શેત્રુંજી નદીના પટ્ટમાંથી લીઝ, રોયલ્ટી કે પાસ પરમીટ વગર ડમ્પરમાં રેતીની ચોરી કરતાં રેતી આશરે ૧૨, ટન, કિં.રૂ.૬,૦૦૦/- તથા ડમ્પર નંગ-૬, કિ.રૂ.૨૧,૦૦,૦૦૦/- તથા લોડર નંગ-૨, કિ.રૂ.૧૪,૦૦,૦૦૦/- તથા ચારણો- નંગ-૦૧, કિ.રૂ.૨૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૦૭, કિ.રૂ.૪૪,૫૦૦/-મળી કુલ ર્ંરૂ.૩૫,૭૫,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે થતા આરોપી ર્ંવિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ તથા MMDR કલમ-૨૧ર્ં મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

(12:58 pm IST)