Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

દેવભુમી દ્વારકા જીલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતીપુર્ણ પ્રારંભ

જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર કલેકટર-ડીવાયએસપી દ્વારા પરીક્ષાર્થીઓનું સ્વાગતઃ ખંભાળીયામાં ભાજપ દ્વારા શુભેચ્છા

ખંભાળીયા , તા., ૫: દેવભુમી દ્વારકા જિલ્લામાં ધો.૧૦ની બોર્ડની જાહેર પરીક્ષા તો આજે શાંતીપુર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

સૌથી મોટી કેન્દ્ર એસ.એન.ડી.ટી. હાઇસ્કુલ કે જેમાં ચાર બિલ્ડીંગોમાં ૧૨૦૦ જેટલા  પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે તેમાં જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા તેમના પત્ની અને ડીવાયએસપી ચેતનકુમાર ખટાણાના હસ્તે પ્રારંભ કરવામાં આવયો હતો.

પરીક્ષાથીઓને કુમકુમ તિલક તથા બોલપેન તથા ચોકલેટ આપીને મીઠુ મોં કરાવીને શુભેચ્છા આપવામાં આવી હતી. ભાજપ પુર્વ પ્રમુખ યોગેશભાઇ મોટાણીએ પેંડાથી મીઠુ મોં કરાવેલું. સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પરાગભાઇ બચ્છા, ખંભાળીયાના સંયોજક હિતેન્દ્ર આચાર્ય, જલારામ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ કુંડલીયા, ડો. નીલેશ રાયઠઠ્ઠા પણ જોડાયા હતા.

ખંભાળીયા ભાજપના અગ્રણીઓ દ્વારા ખંભાળીયાની એસ.એન.ડી.ટી. શાળા, વાયા બોયઝ હાઇસ્કુલ, દતાણી કન્યા શાળા, દા.સુ. ગર્લ્સ સ્કુલ સહીતની ખંભાળીયાની અનેક શાળાઓમાં પરીક્ષાર્થીઓને કુમકુમ તીલક કરીને મીઠુ મોં કરાવીને તથા બોલપેન આપીને છાત્રોને શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમમાં ખંભાળીયા પાલીકા પ્રમુખ શ્વેતાબેન શુકલ ભાજપ અગ્રણી પુર્વ પ્રમુખ તથા ઉપપ્રમુખ પી.એમ.ગઢવી, યોગેશભાઇ મોટાણી, શહેર મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પાલીકા સદસ્ય કિરીટ ખેતીયા, જગુભાઇ રાયચુરા, અગ્રણી હાર્દિક મોટાણી, સુપાલસિંહ ચુડાસમા, પરબતભાઇ ભાદરકા, મનીષાબેન ત્રિવેદી, જેમીનીબેન મોટાણી, મહાવીરસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, પ્રતાપ પીંડારીયા, હસુભાઇ ધોળકીયા, જીતેન્દ્ર નકુમ વિ. જોડાયા હતા. જિલ્લા કલેકટર બાળકોના ચકડોળ પણ ચલાવ્યા હતા.

(12:58 pm IST)