Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પર્યાવરણ સંતુલન સાથે અનુકુલન સાધવા ગીર ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન બેઠક યોજાઇ

દુષ્કાળ-અછતનો સામનો શા માટે કરવો પડે છે? કચ્છમાં માહિતી

ભુજ, તા.૫:કચ્છ જિલ્લાના નલીયા સ્થિત વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ ખાતે જળવાયું પરિવર્તનને અટકાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવણી સાથે પરિવર્તન સાથે અનુકુલન સાધવા આ વિસ્તારોમાં ચાલી રહેલી ગીર ફાઉન્ડેશન –ગાંધીનગરની કામગીરી અન્વયે પરીયોજના અંતર્ગત કામ કરતી અમલીકરણ સરકારી અને બીનસરકારી સંસ્થાના અધિકારીઓ પદાધિકારીઓ તથા હિતધારકો લાભાર્થીઓની બેઠક યોજાઇ હતી. દીપપ્રાગટય કરી બેઠકનો પ્રારંભ કરાવતાં ગીર ફાઉન્ડેશનના ડાયરેકટરશ્રી આર.ડી. કમ્બોજે જળવાયુ અને પર્યાવરણનાં ફેરફારોની વિદ્યાતક અસરોને વર્ણવતા જણાવ્યું હતું કે આધુનિક ભૌતિકવિકાસને કારણે અને અનિયંત્રીત વસ્તીવધારાની કુદરતી સંપદા પર વિધાતક અસરો પડી છે. જેને પરીણામે કુદરતી સંપદા અને જળવાયુના સંતુલનમાં પરીવર્તન આવેલા છે. જેને પરીણામે દુષ્કાળ, અછત, સુનામી અને ભુકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરવો પડે છે.

ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામકશ્રી બારડે ઉપસ્થિત લાભાર્થીઓને સરકારની આ યોજનાનો લાભ લેવા તથા પર્યાવરણના જતન માટે વધુ વૃક્ષો  વાવવા, પાણીના બચાવ અને રક્ષણ માટે તળાવો અને ચેકડેમોમાં પાણી સંગ્રહ કરવા સહિત માછીમારી સાથે અન્ય વૈકલ્પીક આર્થીક પ્રવૃતિઓ જેવીકે મેનગૃવ(ચેર)ના વૃક્ષોનું વાવેતર કરવું, ચેરની નર્સરી બનાવવી તથા કચ્છી હસ્તકલાનું  ઉત્પાદન કરવા વગેરે ગીર ફાઉન્ડેશન દ્વારા થતી પ્રવૃતીઓમાં સહભાગી બનવા અને આર્થીક ઉન્નતી સાધવા જણાવ્યું હતું.

આ ફાઉન્ડેશનના અમલીકરણના સહયોગી એવા વન વિભાગના જિલ્લા વનસંરક્ષણ  અધિકારીશ્રી અસારી એ આ તકે વન અને પર્યાવરણના મહત્વને સમજાવતાં વૃક્ષો અને ખાસ કરીને દરીયાઇ જીવસૃષ્ટ્રીની જાળવણી માટે ચેરના વનોનું મહત્વ સમજાવ્યું હતું, વૈજ્ઞાનિક અને ગીર ફાઉન્ડેશનના સહાયક એવા જયેશભાઇ ભટ્ટે પર્યાવરણીય અસંતુલનની વિદ્યાતક અસરોને વર્ણવતાં લુપ્ત થતાં બન્નીના ધાંસીયા મેદાનો અને લુપ્ત થતાં વન્યજીવો અંગે માહિતી આપી હતી.

આ પરીયોજના હેઠળ થનારા કામોની અને તેના દ્વારા થનારા લાભોની વિસ્તૃત જાણકારી અમલીકરણ અધિકારીઓ અને સંસ્થાના પ્રોજેકટ ડાયરેકટર ડો. મેધના શાહ  દ્વારા આપવામાં આવી હતી. હાલ કચ્છ જિલ્લાના ત્રણ તાલુકાના કુલ ૩૨ ગામોમાં કુલ ૩૩ તળાવો બનાવવાના લક્ષ્યાંક સામે ૨૮ તળાવો બનાવવામાં આવી ચુકયા છે. સ્થાનિક લોકાને આ તળાવોને કારણે પાણીના તળ ઉંચા આવ્યા છે. અબડાસા તાલુકાના ૧૦ ગામડાઓ – પગડિયા માછીમારો માટે માછીમારોને ફિસીંગ કીટ તથા ચેરના વૃક્ષોના  વાવેતર જેવી કામગીરી હાથ ધરાઇ છે. આ સાથે ક્ષાર નિયંત્રક પ્રવર્તીઓ પણ હાથ ધરાઇ છે.

(11:50 am IST)