Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

લાલપુર ખાતે યુવા કેન્દ્ર જામનગર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું:

જામનગર :નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા લાલપુર ખાતે સ્વચ્છતા વિશે જાગૃતિ અને પ્લાસ્ટિક નાબુદી અભિયાન કાર્યક્રમ મુજબ લાલપુરની ગૌશાળા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી. એકઠા થયેલા કચરાનો નાશ કરાયો હતો. આ કાર્યક્રમમાં લાલપુરના ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નેહરૂ યુવા કેન્દ્રના વોલન્ટીયરશ્રી વિપુલભાઈ ભાંભીએ જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્વીર.

(11:49 am IST)