Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

દામનગરમાં 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમમાં શહિદ જવાન કાછોલા પરિવારને ધનરાશી અર્પણ

શહિદના પરિવારોને માનપુર્વક પાપલોટીંગ સાથે શહિદવંદના સમારોહ સ્થળે પ્રવેશ કરાવ્યો : રાજકોટ-સામાજિક ક્ષેત્રના આગેવાનોએ શહિદ જવાનને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પી

દામનગર,તા.૫: અહિંની નવજયોત વિદ્યાલય આયોજિત 'એક શામ શહીદો કે નામ'કાર્યક્રમ અંતર્ગત શહીદ વીર જવાન ગંભીરસિંહ બી કાછોલા પરિવારને ૫૧ હજારની ધનરાશિ અર્પણ કરાય વીર શહીદ ગંભીરસિંહજીના માતા પત્ની પુત્ર સહિત પરિવારની હાજરી દામનગર પટેલવાડી ખાતે હજારો શહેરીજનોએ શહીદ વીર જવાન ગંભીરસિંહ કાછેલાને પુરા શ્રદ્ઘાભાવથી વિરાંજલી અર્પી હતી.

સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી શેક્ષણિક સંસ્થાઓના અગ્રણી શ્રી હરજીભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ખોડલધામ ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા સુરેશભાઈ દેસાઈ અશોકભાઈ ભાદાણી વિનુભાઈ ભાતિયા અશોકભાઈ બારડ દીનેશભાઇ જસાણી ભોળાભાઈ બોખા દેવરાજભાઈ ઈસામલિયા અશિકભાઈ બાલધા પ્રિતેશભાઈ નારોલા દેવચંદભાઈ આલગિયા શિવાભાઈ જાગાણી દામજીભાઈ ડાયાણી ભરતભાઈ બોદર શાંતિભાઈ દેવાણી સહિત અમરેલી બાબરા લાઠી સિહોર લીલીયા સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો નાઙ્ગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને  દેશના સેન્યના શોર્યને તાદ્રશ્ય કરતી કૃતિ ઓ રજૂ કરી દેશપ્રેમ નો સુંદર સંદેશ આપ્યો હતો.

'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમમાં અનેકો મહાનુભવો એ શહીદ વીર જવાન ને વિરાંજલી આપી શાળા પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા સાથે આફરીન કરતી સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા સમર્પણ શોર્ય સત્ય પ્રેમ કરુણા દેશપ્રેમ ની ઝાંખી કરાવતા છાત્રોમાં જોમ જુસ્સાની મૂર્તિમંત્ર બની સ્થિર પ્રજ્ઞસ્થિતિ માં સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો. અકડે ઠઠ જનમેદની એ મોબાઈલ ની ફ્લેશ લાઈટ થી શ્રધાંજલિ આપી શહીદ પરિવારનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આર્મીમાં સેવા આપતા દેશ માટે સમર્પિત યુવાનો રાઠોડ હર્ષદભાઈ અમરેલી રાઠોડ સુનિલભાઈ રામપર ડેર.ગોલનભાઈ બરવાળા બાવીસી ડેર હાર્દિકભાઈ બરવાળા રોહિતભાઈ સરવૈયા અમરેલી ઉગેશભાઈ ભુવા ડોડીયા સુમિતભાઈ મેર હિતીકભાઈ જવાનો અને લશ્કરમાં જોડાયેલ દામનગરના બે યુવાનોનું ભવ્ય સન્માન કરાયું હતું.

વતન માટે સમર્પિત નાના એવાઙ્ગ 'ટિકર' ગામ ની વીડિયો ફિલ્મ દર્શાવી સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ટિકર ગામની રાષ્ટ્ર ભકિત ૫૦ થી વધુ યુવાનો દેશની સુરક્ષામાં સેવારત છે આ ગામના તાજેતર માં શહીદ થયેલ વીર જવાન ગંભીરસિંહ કાછેલાને દામનગર શહેરીજનોએ પુરા અદબથી અનોખી વિરાંજલી આપી અમરેલી બાબરા લીલીયા લાઠી શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો દેશવાસીઓએ વિરાંજલી આપી હતી.

શહીદ પરિવાર ને પુરા અદબ સાથે પાયલોટીંગ આપી શહીદ વંદના સમારોહ સ્થળે પ્રવેશ કરાવ્યો હતો શહીદ વીર જવાન કારડીયા રાજપૂત સમાજ ના શોર્યની ગાથા વીડિયો પ્રોજેકટર દ્વારા દર્શવાય હતી દેશ ની સુરક્ષા કરતા જવાનોના શોર્ય સાહસ બલિદાનની ઝાંખી કરાવતી કૃતિઓથી અભિભૂત કરાવતા વિદ્યાર્થી ઓમાં રાષ્ટ્રપ્રેમ વધે તેવા સુંદર અભિગમ સાથે શહીદ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.

(11:48 am IST)