Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

બાળકોને અપાતો પોષ્ટીક આહાર ખરેખર પોષ્ટીક છે કે કેમ? કલેકટર અજય પ્રકાશ દ્વારા અચાનક ચકાસણી

બાળકો સાથે બેસીને નાસ્તો જાતે કર્યોઃ પાણીની પણ ખરાઇ કરી

પ્રભાસ પાટણ,તા.૫:સમાજના સમગ્ર વર્ગોના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. મહિલાઓ અને બાળકોને વિશેષ મહત્વ આપી સરકારે તેમના વિકાસ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. સરકાર આંગણવાડીના માધ્યમથી બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે,ઙ્ગરાજય સરકાર કુપોષણ સામેના જંગને ગંભીરતા થી લઈ રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશે વેરાવળ પછાત વિસ્તારના મફતીયાપરામાં આવેલી આંગણવાડી કેન્દ્ર નં ૪૯ની સરપ્રાઈઝ મુલાકાતે પહોચી ગયા.

આંગણવાડીના રસોડાની મુલાકાત લઈ તેની સ્વચ્છતા અને આંગણવાડીમાં આપવામાં આવતા પોષ્ટીક આહારનું નિરીક્ષણ કરી બાળકો સાથે બેસી નાસ્તો કરી ગુણવત્ત્।ા ચકાસી હતી. આંગણવાડીમાં બાળકોને પિવાનુ શુધ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ.સિસ્ટમની પણ ચકાસણી કરી હતી. આંગણવાડીની કાર્યક્રર પ્રજ્ઞાબેન દવે અને તેડાગર તારામતીબેન પાસેથી માહિતી મેળવી હતી. આંગણવાડી બાળકોના શરીર-મન-બુધ્ધિના સર્વગ્રાહી વિકાસ માટે રાજય સરકારે સક્ષમ-સબળ ભાવિ પેઢી તૈયાર કરવા માટે જે આયામો અપનાવ્યા છે તે સરાહનીય છે.પોષણ અભિયાન દરમ્યાન દરેક આંગણવાડીના બાળકોને પોષણક્ષમ નાસ્તો મળી રહે તે માટે સંવેદનશીલ રાજય સરકાર પ્રયત્નશીલ છે. આંગણવાડી બહેનોને રાજય સરકાર દ્રારા સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. જેથી તેમની રોજિંદી કામગીરીનો અહેવાલ સીધોજ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર ગાંધીનગરમાં મળી રહે છે. કલેકટરની મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)