Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ભુજના સેવાભાવી વ્યાપારી આગેવાનનું રહસ્યમય મોત

માતા-પિતા પાલિકાના પ્રમુખ, ભાઇ નગરસેવક રહી ચૂકયા છે

ભુજ તા. ૫ : ભુજની જથ્થાબંધ બજારમાં અશોક મસાલાના નામે વ્યાપારી પેઢી ચલાવતા ગૌસેવા ક્ષેત્રે સેવાભાવી ફુલેશ મંગલદાસ માહેશ્વરીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજયું હતું. જનસંઘના જૂની પેઢીના નેતા અને ભુજના પૂર્વ નગરપતિ સ્વ. મંગલ માહેશ્વરીના પુત્ર એવા ફુલેશભાઈના માતા ઝવેરબેન પણ ભુજ નગરપતિ રહી ચૂકયા છે. તો તેમના ભાઈ પપ્પુભાઈ માહેશ્વરી નગરસેવક રહી ચૂકયા છે.

બાવન વર્ષીય ફુલેશભાઈ ભુજના સંસ્કારનગરના એમ્પાયર ટાવર સ્થિત તેમના ઘેરથી સવારના પાંચ વાગ્યે નિત્યક્રમ મુજબ ફરવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ નજીકમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પીએમ રિપોર્ટમાં તેમનાં માથામાં આંતરિક ઈજાઓના નિશાન જોવા મળ્યા હોઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જોકે સીસી ટીવી કેમેરામાં પણ તેઓ બે વખત આવતા જતા દેખાયા છે. આ સેવાભાવી કાર્યકરના નિધનથી કચ્છમાં ગૌ સેવા ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

(11:45 am IST)