Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

મીઠાપુર ટી.સી.એસ.આર.ડી. દ્વારા બાળઉત્વવ ઉજવાયો

મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના મીઠાપુર ગામે કાર્યરત ટી.સી.એસ.આર.ડી. દ્વારા તા. ર૯-૦ર-ર૦ અને ૦૧-૦૩-ર૦ના રોજ મીઠાપુરના ફુટબોલ ગ્રાઉન્ડમાં બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ઓખા મંડળની ભગભગ ૧પ થી ૧૭ જેટલી જુદી જુદી શાળાઓના નાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરાઇ હતી. આ ઉપરાંત એક શાનદાર પપેટ શોનું પણ આયોજન કરાયું હતું. આ બાળ ઉત્સવને માણવા માટે બાળકો ઉપરાંત તંત્રના વાલીઓ પણ જોડાયા હતા અને અલગ અલગ કૃતિઓ રજૂ કરનાર સ્કુલના બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. (તસ્વીર : અહેવાલ : દિવ્યેશ જટાણિયા) મીઠાપુર)

(11:44 am IST)