Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

દ્વારકાધીશ મંદિરમાં ફુલડોલ ઉત્સવનો પ્રારંભ

હોળી-ધુળેટી પર્વ ઉજવવા માટે હજારો પદયાત્રીકોનું આગમન

દ્વારકા તા. પ :.. દ્વારકા ભૂમિમાં પણ વ્રજભૂમિને જેમ હિન્દુ ધર્મના મુખ્ય તહેવાર દ્વારકામાં હલાસ્ટીક બેસતા સાથે જ અનેક પ્રકારના રંગબરંગી રંગોની છોળો સાથે દ્વારકાધીશજીની મહાઆરતીનું શુભ મુર્હૂત શરૂ થયુ છે.

ગઇકાલે સવારે ૧૧ વાગ્યાની શણગાર આરતી અને સાંજે સંધ્યા આરતીમાં હજારો ભાવિકોએ જય રણછોડના જયઘોષ સાથે વંસત ઋતુને વધાવી હતી.

તો બીજી તરફ દ્વારકા ખાતે હજારો ભાવિકો ભકતો પદયાત્રા સાથે દ્વારકા આવી પહોૅચ્યા છે. દ્વારકા આવત યાત્રીકો માટે લીંબડી અને  દ્વારકાના ૬૦ કી. મી. ના માર્ગ પર અનેક વિધ સુવિધાઓ સાથે ને સેવાભાવી સ્ટોલ પણ શરૂ થયા છે અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

(11:44 am IST)