Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

મોરબીમાં પાણીની પાઇપલાઇન રીપેર કર્યા બાદ ખાડા બુરવાની જવાબદારી કોની..?

મોરબી,તા.૫:જીલ્લાનો દરજ્જો આપ્યાને છ વર્ષથી વધુનો સમય વીતી ચુકયો છે જોકે મોરબી જીલ્લો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે અને હજુ તાલુકા કક્ષાની સુવિધાઓ નાગરિકોને મળતી નથી મોરબીના સેવાસદન પાસે પાણીની તૂટેલી લાઈન રીપેર તો કરવામાં આવી પછી ખાડો જેમનો તેમ છોડી દેવાયો છે.

મોરબી તાલુકા સેવાસદન પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હોય અને કીમતી પાણી બેફામ વેડફાયા બાદ આખરે  પાણીની લાઈન તૂટેલી હોય જે રીપેર કરાઈ હતી જોકેે પરંપરાને અનુસરતા પાણીની લાઈન રીપેર બાદ કરેલો ખાડો જેમનો તેમ રાખી ચાલ્યા ગયા હતા રોડની વચ્ચે આવેલા ખાડામાં રાહદારીઓ અને વાહનચાલકો ખાબકે અને અકસ્માત સર્જાય તેવો ભય જોવા મળી રહ્યો છે. તંત્ર હમેશની જેમ ખાડો ખુલ્લો છોડી ગયું છે.તે સામે રોષ વ્યાપી ગયેલ છે.

(11:43 am IST)