Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગોંડલના ગુંદાળા પાસે કાર બાઇકને ઉલાળતા દાદા-પૌત્રીને ગંભીર ઈજા

ગોંડલ તા. ૫ : ગોંડલના ગુંદાળા ગામ પાસે કારચાલકે બાઇકને અડફેટે લેતાં દાદા પૌત્રીને ઇજા થઇ હતી.

ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રહેતા મંગાભાઈ કચરાભાઈ ચાવડીયા અને તેની પૌત્રી ક્રિશ્ના ઉ.વ. ૬ પોતાના બાઈક પર ગુંદાળા થી અનિડા ભાલોડી જતા રોડ પર પસાર થઇ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની માફક દોડી આવી રહેલ કાર GJ03LB6072ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં દાદા અને પૌત્રી ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

અકસ્માત અંગેની તપાસ તાલુકા પોલીસના જમાદાર ડી બી ખાચરે હાથ ધરી હતી અને આરોપી કાર ચાલક વિરુદ્ઘ આઇપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૧૧૭ તેમજ ૧૮૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

(11:43 am IST)