Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વર્ક પરમીટ રીન્યુ ન થતા બે વર્ષથી સાઉદી અરેબિયામાં ફસાયેલા ઘોઘા સહિતના ગુજરાતના ૧૮ કામદારો વતન પરત ફર્યા

 ભાવનગર તા. ૫ : ઘોઘાનાં ૬ માણસો સાઉદી અરેબિયાની રાજધાની રીયાધમાં એક કન્સ્ટ્રકશન કંપનીમાં લગભગ ૨ વર્ષથી ફસાયેલાં હતાં તેઓ સુરક્ષિત તેમનાં ઘરે પરત ફર્યા છે. રીયાધમાં ફસાયેલાં ૨૦ ગુજરાતીઓમાંથી ૧૮ તાજેતરમાં પરત ફર્યા હતાં. એક વ્યકિત જે બાકી છે તેઓ ટૂંક સમયમાં જ પરત ફરશે. ગુજરાતનાં ૨૦ વ્યકિતઓમાંથી એકલાં ઘોઘાનાં જ ૮ વ્યકિતઓ છે.

પરત ફરેલાં કામદારોએ કહ્યું હતું કે રિયાધમાં મજુર અદાલત (લેબર કોર્ટ)નાં સહયોગ અને ભારતીય દુતાવાસનાં અધિકારીઓનાં સતત ફોલો-અપનાં કારણે જ તેમનો ઈકામા (વર્ક પરમીટ) અપડેટ કરવામાં આવ્યાં હતાં. સાઉદી અરેબિયાનાં અધિકારીઓ દ્વારા તેમનાં એકઝીટ વિઝા પર સ્ટેમ્પ લગાવ્યા બાદ ભારતીય દુતાવાસે તેઓની ફલાઈટ ટીકીટની વ્યવસ્થા કરી હતી.

આ લોકો ૬૧ ભારતીયો અને શ્રીલંકા, બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ સહિત ઘણાં વિદેશી નાગરિકોમાંનાં છે જે તેમની કોન્ટ્રાકટિંગ કંપની ખરાબ મેનેજમેન્ટનાં કારણે કામદારોને કથિત રીતે દુખદ પરિસ્થિતિમાં છોડી દીધાં હતાં. આ કોન્ટ્રાકટિંગ કંપની યુ.એ.ઈ.માં 'એ એન્ડ પી' તરીકે નોંધાયેલ અને સાઉદી અરેબિયામાં 'સાઉદી સ્પેશીયાલીસ્ટ કન્સ્ટ્રકશન લીમીટેડ (એસએસસીએલ)' તરીકે નોંધાયેલ છે.

૬૧ ભારતીયોમાંથી ૩૯ લોકોને ૨૯ ફેબ્રુઆરી અને ૧લી માર્ચનાં રોજ પરત લાવવામાં આવ્યાં હતાં. ૧ વ્યકિત ગયા વર્ષે પરત ફર્યા હતાં. ભારત પાછા ફરનારની કુલ સંખ્યા ૪૦ થઈ છે. બાકીનાં ૨૧ લોકોએ તેમનાં કોર્ટ કેસની જીતની આશામાં ત્યાં રોકાવાનું નક્કી કર્યું હતું. તેમાંથી ૬ લોકોએ હવે એકઝીટ વિઝા માટે અરજી કરી છે અને ટૂંક સમયમાં ઘરે પરત ફરશે, અને ૧૫ ભારતીયો હજુ ત્યાં રીયાધમાં જ રહી રહ્યાં છે.

તેમનાં પરત ફરવામાં અહેવાલ અંગે ઇકબાલ રાઠોડે કહ્યું હતું કે અમારું ઈકામા (વર્ક પરમીટ) છેલ્લાં ત્રણ વર્ષથી અપડેટ (રીન્યુ) કરવામાં આવ્યું ન હતું જેનાં કારણે અમે ત્યાં કેદ થઈ ગયા. અહેવાલ વાંચ્યા પછી એમ્બેસીનાં અધિકારીઓએ અમોને બોલાવ્યા હતાં અને અમારી સાથે સંપર્કમાં રહ્યાં હતાં. અમો આખરે ૨૯ ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચ્યા.મુંબઈથી અમદાવાદ અને ભાવનગર ની બસમાં મુસાફરી કરી ઘોઘા પહોંચ્યા હતાં. બીજા લોકોએ મુંબઈથી અમદાવાદની કનેકટીંગ ફલાઇટ્સ લીધી હતી. ભારતનાં બીજા ભાગનાં લોકોને તેમનાં નજીકનાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકની ટીકીટ આપવામાં આવી હતી.

રિયાધમાં જીવન વિષે તેમણે કહ્યું કે, અમારો કોઈ દોષ ન હોવા છતાં પણ અમે પોલીસના ડરમાં જીવતાં હતાં. અમારા મજુર અધિકારીએ અમારા સ્પોન્સરને અમોને ખોરાક માટે પૈસા આપવા દબાણ કર્યું હતું. અમારામાંથી ફકત બે જઙ્ગ વ્યકિતઓ માન્ય ઈકામા ધરાવતાં હતાં અને તેઓ બહાર જઈ અમારા માટે ખોરાક મેળવતાં હતાં. અમો એકાદ બે વખત રાત્રે નજીકનાં સુપરમાર્કેટ સુધી ગયા હતાં પરતું ધરપકડનાં ડરનાં કારણે કયારેય વધારે દુર જવાનું સાહસ કર્યું ન હતું.

ઈકબાલભાઈ રાઠોડ આ કંપનીમાં ફોરમેન હતાં અને એક મહિનાનાં ૫,૫૦૦ સાઉદી રીયલ મેળવતાં હતાં. કંપનીનાં કોઇપણ કામદારોને છેલ્લાં એક વર્ષ તો કંપનીનાં માલિકો તેમને છોડીને ચાલ્યા ગયાં હતાં તથા છેલ્લાં એક વર્ષ અને નવ મહિનાથી તેમને પગાર મળ્યો ન હતો. તેઓએ રિયાધની લેબર કોર્ટમાં માલિકો વિરુદ્ઘ કેસમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે એડવોકેટની નિમણુક કરી હતી. ઇકબાલભાઈએ કહ્યું કે તેમને બધાંને સકારાત્મક પરિણામની આશા છે.

તેમણે રિયાધમાં ભારતીય દુતાવાસનાં અધિકારીઓનો ભારત પાછાં આવવા માટે અથાક મહેનત કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો. તેમને ભારતીય દુતાવાસનાં અધિકારીઓનાં સંપૂર્ણ નામ યાદ ન હતાં પણ શ્નગંભીરલૃઅને શ્નહરિકૃષ્ણલૃનામનાં બે અધિકારીઓ હતાં જેઓ કામદારોનાં સતત સંપર્કમાં રહ્યાં હતાં.

ઘોઘાનાં ૫૨ વર્ષીય મોહમ્મદ યાસીન ગુલામભાઈ શેખ, જેની વર્ક પરમીટ માન્ય હતી, પરત આવ્યાં અને તેમનાં સાથીઓની હાલત જાહેર થઇ ત્યારે ફસાયેલાં ભારતીયોની દુર્દશા પર પ્રકાશ પાડ્યો હતો. મોટાભાગનાં વર્ક પરમીટ ૨૦૧૮માં સમાપ્ત થઈ ગયા હોવાથી, બહાર નીકળવાથી પકડાય તો તેઓ માટે ધરપકડનું જોખમ હતું.ઙ્ગ રીપોર્ટનાં જવાબમાં રિયાધમાં ભારતીય દુતાવાસે એક ટ્વીટમાં ખાત્રી આપી હતી કે અધિકારીઓ ફસાયેલાં કામદારો સાથે સંપર્કમાં છે અને તેમની સમસ્યાઓનાં નિરાકરણ માટે પ્રયાસ ચાલુ છે.

૬૧ ભારતીયોમાંથી ૨૦ ગુજરાતનાં હતાં. જયારે ભાવનગરનાં ઘોઘાનાં (યાસીન શેખ સહિત) ૮ લોકો, ૫ લોકો નવસારી (નવસારી શહેરનાં ૨, બીલીમોરાનાં ૨, અમલસાડનાં ૧) ૩ લોકો સુરત (સુરત શહેરમાંથી ૨, તથા કોસ ગામથી ૧), મહિસાગરનાં બાલાસિનોરમાંથીઙ્ગ ૩ અને વડોદરા થી ૧ હતાં.

ઘોઘાનાં સાઉદી અરેબિયાથી પરત ફરેલાં ૮ વ્યકિતઓએ ઘોઘાનાં સરપંચ અન્સાર રાઠોડને સાથે રાખીને ઘોઘા મામલતદાર કે. બી. નારિયાની આભાર મુલાકાત લીધી તથા આગામી દિવસોમાં ભાવનગર કલેકટર ગૌરાંગભાઈ મકવાણાની પણ મુલાકાત લેનાર છે.

(11:43 am IST)