Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વઢવાણ પાસે શંકાસ્પદ બાઇક સાથે બલદાણાનો ભરત પકડાયો

રાજકોટ આર. આર. સેલની ટીમે દબોચી લીધો

રાજકોટ, તા. પ :  સુરેન્દ્રનગરના વઢવાણ પાસે આર.આર.સેલની ટીમે બલદાણાના શખ્સને ચોરાઉ મનાતા બાઇક સાથે ઝડપી લીધો હતો.

રેન્જમાંૈ બનતા મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે ડીઆઇજી સંદિપ સિંહ આપેલસુચના અન્વયે આર.આર. સેલના લક્ષ્મણસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે સેલના સહદેવસિંહ પરમાર, દિપસિંહ ચીત્રા, તથા રાજદીપસિંહ ઝાલા એ સુરેન્દ્રનગર જીલલના વઢવાણ પો. સ્ટે. વિસ્તારના નેશનલ હાઇવે રોડ બલદાણા ગામ નજીકથી નંબર પ્લેટ વગરના કાળા કલરના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે ભરત ઉર્ફે બધો હમીરભાઇ મારૂણીયા રહે. બલદાણા પ્રવીણભાઇ પટેલની વાડીએ મુળ-લીયાદ તા.ચુડા વાળા પાસે સદર મોટર સાયકલના આધાર-પુરાવા માંગતા ન હોવાનું જણાવતા સદર મોટર સાયકલ છળકપટ કે ચોરીથી મેળવેલ હોવાનું જણાતા મોટર સાયકલની કિ. રૂ. ૩૦,૦૦૦/- ગણી સી.આર. પી.સી. કલમ ૧૦ર મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ- ૪૧(૧) ડી મુજબ ધોરણસર અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:42 am IST)