Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગોંડલમાં વૃધ્ધે મકાનની ના પાડતા બહેન તથા ભાણેજે માર માર્યો

ગોંડલ તા. ૫ : ગોંડલમાં મકાનની ના પાડતા બહેન તથા ભાણેજે માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલના ભગવતપરામાં રહેતા અને મોતી કામ કરતા બાબુભાઈ જેઠાભાઈ જાદવ (ઉ.વ. ૬૦)નું મકાન તેના સગા બહેન હંસાબેન મગનભાઈ સોંદરવા ને જોઇતું હોય જે બાબુભાઈએ ના પાડતા હંસાબેન તેનો પુત્ર શ્યામ તેમજ અજાણ્યા એક યુવાને ગેરકાયદે મંડળી રચી બાબુભાઈને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨ તેમજ ૧૧૪ તથા જી.પી.એફ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ આર.બી રોશીયા એ હાથ ધરી હતી.

(11:40 am IST)