Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ઉનાના એલમપુરના સરપંચ સસ્પેન્ડ

નાણાપંચની ગ્રાન્ટમાં દોઢ લાખની ગેરરીતિનો પર્દાફાશ થતાં કાર્યવાહી

ઉના તા. ૫ : તાલુકાના એલમપુરના સરપંચ રમેશ સરમણભાઇ બાંભણીયાએ નાણાપંચની ગ્રાન્ટમાં દોઢ લાખની ગેરરીતિ આચરતા તેમને સરપંચપદેથી સસ્પેન્ડ કરવામાં આવેલ.

ઉનાના એલમપુર ગામના સરપંચને ૧૪ મી નાણા પંચની ગ્રાન્ટની રકમ ની ગેરરીતી કરીઙ્ગ વિકાસના કામોના બીલો અને વાઉચરો બનાવી પંચાયત ચોપડે ૧,૫૫,૮૦૦ ની નાણાકીય ગેરરીતી આચરેલ હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા આ અંગે તપાસ કરી અહેવાલ રજૂ કરતા આ બાબતે એલમપુર ગામના સરપંચને સાંભળી પોતાનો બચાવ અંગે નોટિસ આપેલ હતી ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારીએ એલમપુર ગ્રામ પંચાયતના રેકર્ડ પર ગેરરીતી બહાર આવતા એલમપુર ગામના સરપંચ રમેશ સરમણ બાંભણીયા ને પોતાની પંચાયતમાં સતા દરમ્યાન એલમપુર ગામે ૧,૫૫,૮૦૦ કોઈ પણ જાતની મંજુરી લીધા વગર તેમજ તાલુકા વિકાસ અધિકારીના સહી સિક્કા વગર ખોટા એસ્ટીમેન્ટ બનાવી ૧૪ મા નાણાપંચ ની ગેરરીતી કરેલ હોય તેમજ પોતાની ફરજની સતાનો દુરૂપયોગ કરી ગેરરીતી રાખતા જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે પંચાયત અધિનિયમ ૧૯૯૩ અંતર્ગત સતા રહે પંચાયત ધારાની કલમ ૫૭(૧) હેઠળ સરપંચ પદથી દૂર કરી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો.

(11:40 am IST)