Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ચોટીલા થાન હાઇવે અને થાન બાયપાસને પ્રાથમિકતા મળશે

 ચોટીલાઃ ઝાલાવાડની સિરામિકસ નગરીનાં ઉદ્યોગપતિનાં પ્રતિનિધિ મંડળે સ્થાનિક આગેવાનો ને સાથે રાખી ઉદ્યોગનાં હિતમાં કેટલીક અસુવિધાઓ ને લગતી સીએમને રજુઆત કરતા કેટલાક પ્રશ્નોના ઉકેલ માટે હૈયાધારણા મળેલ છે.થાન સિરામીકસ એશોસીએશને નાં અગ્રણી સુરેશભાઇ સોમપુરા, કિર્તીભાઇ મારૂ સાથે પાલિકા પ્રમુખ વિજયભાઇ ભગત, પ્રતાપભાઇ ખાચર સહિતનાં પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લઇ ઉદ્યોગો અને શહેરનાં હિતમાં કેટલીક સ્થાનિક અસુવિધાઓ બાબતે રજુઆતો કરેલ જેમા ચોટીલા થાનગઢ હાઈવે ની ખખડધજ ભંગાર હાલતને કારણે સિરામીકસ ઉત્પાદન બાદ પરિવહનમાં મોટુ નુકશાન થાય છે જેથી આ હાઇવે નવો બનાવાય તેવી તેમજ થાનગઢ બાયપાસ રોડ ત્વરિત બનાવવામાં આવે તે સહિતનાં પ્રશ્ર્નોની રજુઆત કરેલ હતી. થાનગઢ ની સ્થાનિક રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી એ સકારાત્મક વલણ દાખવી શકય તેટલુ ઝડપથી ઘટતુ કરાશે તેવી હૈયા ધારણા આપતા ઉદ્યોગપતિઓમાં રાહતની લાગણી છવાયેલ છે. થાનગઢ નાં પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રી મુલાકાત લીધી ત્યારની તસવીર.(

(11:40 am IST)