Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પોરબંદરના જયુબેલી વિસ્તારમાં નિયમિત સફાઇને અભાવે ગંદકી : ઝેરી જંતુઓનો ઉપદ્રવ

પોરબંદર, તા. પ : જયુબેલી વિસ્તારમાં નિયમિત સફાઇના અભાવે ગંદકી વધતી જાય છે. નર્ક જેવી સ્થિતિ થઇ છે ઝેરી જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે.

આ વિસ્તારમાં કેટલીક ગટરો છલકાય છે જેનું પાણી લોકોના ઘરમાં ઘુસી જાય છે.

આ વિસ્તારમાં રહેતા દેવીપૂજક સમાજના લોકો દ્વારા ફરીયાદો કરવા છતાં ધ્યાન અપાતું નથી. આ વિસ્તારના નગર સેવક કયારેક પણ લોકોના પ્રશ્નનો જાણવા ફરકતા નથી. નજીકમાં ધારાસભ્યના વિસ્તારની કેટલીક શેરીમાં રોડમાં ગાબડા પડી ગયેલ છે જેના કારણે લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાપટ-બોખીરા વિસ્તારમાં વિકાસને બદલે ગંદકી, રોડ પ્રશ્ને હાલત બગડતી જાય છે. નગરપાલિકાની બન્ને વોર્ડમાં કોંગ્રેસના નગર સેવક છે તેઓ નગરપાલિકામાં અસરકારક રજૂઆત કરીને ગંદકી બિસ્માર રસ્તા વગેરે પ્રશ્નને ઉકેલ લાવે તેવી માંગણી થઇ રહી છે.

(11:39 am IST)