Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જામનગર દેવભૂમિ દ્વારકાના દિવ્યાંગને રૂ.૬૫ લાખના સાધન સહાય અર્પણ કરાશે

જામનગર,તા.૫: વાડીનાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળા ખાતે તેમજ જી.જી હોસ્પિટલ, જામનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ-  પશ્યિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ વાડીનાર તેમજ ભારત સરકાર અને સમાજ સુરક્ષા ખાતુ, જામનગરના સંયુકત ઉપક્રમે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિવ્યાંગોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫૦૦ જેટલા દિવ્યાંગોને ૬૫ લાખનાં સાધનો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાધન-સહાય કેમ્પમાં દિવ્યાંગોને મોટરાઈઝડ ટ્રાઈસિકલ, વ્હીલચેર, શ્રવણયંત્ર, સ્માર્ટ મોબાઈલ ફોન, ડેઝી પ્લેયર, બ્રેઇલ કીટ, સ્ટીક, કેલિપર્સ, કાખદ્યોડી વગેરે સાધનો મંજુર કરવામાં આવ્યા હતા.

આ સેવાકીય કાર્યમાં જી.જી.હોસ્પિટલ વિવિધ વિભાગના ડોકટરો તેમજ સિવિલ સર્જનશ્રીનો સંપૂર્ણ સહયોગ મળેલ હતો. સમાજ સુરક્ષા વિભાગ તરફથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ-પશ્યિમ ક્ષેત્ર પાઈપલાઈન વાડીનારનાઙ્ગચીફ મેનેજર રમેશકુમાર રોયઙ્ગ તેમજ ઓપરેશન્સ મેનેજરશ્રીઙ્ગ રનદીપ દાસનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ મંજૂર થયેલા સાધનો ટૂંક સમયમાં દિવ્યાંગોને વિતરણ કરવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં  એમ.કે.મોરી-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ઉદય વ્યાસ, શ્રી કમલેશભાઈ બામણીયા, અરજણભાઈ ડાભી તેમજ બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાની ટીમે જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે અરજીઓ મોકલવા

જામનગરઃ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા પછી ગુજરાત રાજયના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ તા.૨૪/૦૩/૨૦૨૦ મંગળવારે સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર (ગ્રામ્ય)ના અધ્યક્ષ સ્થાને મામલતદારશ્રીની કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે યોજવામાં આવશે. અરજદારશ્રીએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ પુરતા પુરાવા સાથે અરજી કરવાની રહેશે.આ માટે ૧૦/૦૩/૨૦૨૦ સુધીમાં એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી અને મામલતદારની કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે અરજી કરવાની રહેશે.

(11:39 am IST)