Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ધોરાજીમાં બોર્ડનાં છાત્રોનું પુષ્પગુચ્છ-મિઠાઇ ખવડાવીને સ્વાગતઃ

ધોરાજી, તા.૫: ધો.૧૦ની પરીક્ષાઓનો પ્રારંભ આ અંગે ધોરાજી અને તેના બ્લોકમાં આવતા કુલ ૮૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે.

જેમાં ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, જેતપુર, વિરપુર, પાનોત જામ કંડોરણા સહીતના ગામોની સ્કૂલમાં ધો.૧૦ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં ધોરાજી ખાતે ભગવતસીંહજી હાઇસ્કુલ, સરકારી કન્યા વિદ્યાલય, પટેલ વિદ્યામંદિર, કનેરીયા હાઇસ્કુલ, આર્ટસ સ્કુલ, રોયલ સ્કૂલ, ડ્રીમ સ્કૂલ, યુનીક સ્કુલ, ક્રિસ્ટલ એકેડેમી સહીતના સ્કૂલમાં વિદ્યાર્થીઓને કુમકુમ ટીલક કરી પુષ્પગુછ આપી મો.મીઠા કરાવી તનાવમુકત પરીક્ષાઓ યોજાય એ અંગે ડે.કલેકટર મામલતદાર પી.આઇ જોષી સહીતના અધીકારીઓ વિદ્યાર્થીઓને આવકારેલ આ અંગે ધોરાજીની સરકારી કન્યા વિદ્યાલય ખાતે ઝોનલ અધિકારી ટી.વી.પટેલ સહીતના કુલ ૩૦ અધીકારીઓ પરીક્ષાએ પોતાના સેવાઓ આપેલ પરીક્ષાને લઇને ધોરાજીની પટેલ કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું આચાર્ય કુંદનબેન ભોરાણીયા અને સ્ટાફે પુષ્પ ગુચ્છ અને મો.મીઠા કરી આવકારેલ હતા. પરીક્ષાઓને લઇને ધોરાજીના પી.આઇ જોષીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ હતો.(તસ્વીર.અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા.ધોરાજી)

(11:39 am IST)