Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

શાપર-વેરાવળમાં ૧૨ બોટલ દારૂ સાથે સાજીદ પટ્ટા પકડાયો

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ શખ્સ સાથે પોલીસ કાફલો નજરે પડે છે (તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ, તા. ૫ :. શાપર-વેરાવળ પોલીસે રહેણાંક મકાનમાં રેઈડ કરી ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

શાપર(વે) પો. સ્ટે. વિસ્તારમાં પ્રોહિ. ડ્રાઈવ અંગે પો. સબ ઈન્સ. એન.વી. હરીયાણી તથા સ્ટાફના પો. હેડ કોન્સ. રોહીતભાઈ બકોત્રા, પો. કોન્સ. માવજીભાઈ ડાંગર, પો. કોન્સ. રવુભાઈ ગીડા તથા પો. કોન્સ. વિપુલભાઈ ગોહિલ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે વેરાવળ (શા) હાઉસીંગ બોર્ડ સોસા.માં રહેતો સાજીદ દાઉદભાઈ પટ્ટાના રહેણાક મકાનમાં રેઈડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ તથા એક મોબાઈલ મળી કુલ ૭૨૦૦ના મુદામાલ સાથે (૧) સાજીદ દાઉદભાઈ પટ્ટા ધંધો મજુરી રહે. વેરાવળ (શા) સર્વોદય સોસા. હાઉસીંગ બોર્ડ બ્લોક નં. ૧૭૪ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)