Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કચ્છ જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રાયડો ખરીદાશે

ભુજ, તા.૫:રાજય સરકાર દ્વારા લદ્યુતમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૦ અંતર્ગત રાયડાની ખરીદી થનાર છે. જેનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ તા.૧૫-૦૨-૨૦૨૦ થી તા.૧૬-૦૩-૨૦૨૦ સુધી ઓનલાઈન નોધણી GOG ના i-PDS પોર્ટલમાં કરાવવાની રહેશે.

આગામી તા.૦૧-૪-૨૦૨૦ થી તા.૩૧-૦૫-૨૦૨૦ સુધી ખરીદ કેન્દ્રો ભુજ એ.પી.એમ.સી, માંડવી એ.પી.એમ.સી તથા ભચાઉ એ.પી.એમ.સી. ખાતે ખરીદી કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લદ્યુતમ ટેકાના  ભાવ રાયડાના પ્રતિ કિવ. રૂ.૪૪૨૫/- નક્કી કરવામાં આવેલ છે. ખરીદકેન્દ્રો ખાતે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ એફ.એ.કયુ. ગુણવતા વાળો જથ્થો જ સ્વીકારવામાં આવશે. આથી ખેડૂતોએ જથ્થો સુકવી ભેજ રહિત તથા સાફ કરી ખરીદ કેન્દ્ર ખાતે લાવવા જણાવાયું છે.

ખેડૂતો ઓનલાઈન નોંધણી માટે જયારે આવે ત્યારે જરૂરી પ્રમાણિત દસ્તાવેજો સાથે લાવવાના રહેશે જેમકે આધારકાર્ડની કોપી, બેંક પાસબુકની કોપી અથવા કેન્સલ ચેક જેમાં ખેડૂતના નામ, એકાઉન્ટ નંબર તથા ત્જ્લ્ઘ્ંફુફૂનો ઉલ્લેખ હોવો જોઈએ, ખેડૂતનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, '૭/૧૨' અને '૮અ'ની ઓનલાઈન પ્રમાણિત નકલ, ૭/૧૨માં ચાલુ વર્ષના વાવેતરનો ઉલ્લેખ ન હોય તો તલાટીનો દાખલો (સહી સિક્કા સાથે) રજુ કરવાનો રહેશે. ખેડૂતે નોંધણી સમયે પોતાનો મોબાઈલ ફરજીયાત સાથે લાવવાનો રહેશે જેથી તેમાં નોંધણી માટે આવતો ઓ.ટી.પી. મેળવી શકાય તેવું નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ -૨) ગુ.રા.ના.પુ.નિ.લી. ભુજ-કચ્છ. દ્વારા જણાવાયું છે.

(11:37 am IST)