Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગોંડલના નાગડકા ગામે સીમમાંથી ૧.૨૫ લાખના જીરૂના જથ્થાની ચોરી

રાજકોટ, તા. ૫ :. ગોંડલના નાગડકા ગામની સીમમાંથી તસ્કરો ૧.૨૫ લાખનો જીરૂનો જથ્થો ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના નાગડકા ગામે પ્રવીણભાઈ માધાભાઈ ટાંકની વાડીના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી જીરૂના જથ્થાની ૨૪ થેલી (૫૦ મણ) કિં. ૧.૨૫ લાખ ચોરી કરી ગયા હતા. આ અંગે અજાણ્યા ઈસમો સામે ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)