Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જામનગરમાં રસ્તામાંથી ઘેંટા દૂર લેવાનું કહેતાં સની મકવાણા પર પાઇપના ઘા

નાથો, ભીખો, ખીમો પાઇપથી તૂટી પડ્યાઃ યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૫: જામનગરમાં ગાંધીનગર વાડી વિસ્તારમાં સ્મશાન પાછળ રહેતાં સની સુખાભાઇ મકવાણા (ઉ.૨૨) નામના કોળી યુવાન પર ઘર નજીક રહેતાં ભરવાડ શખ્સો ભીખા, ખીમા અને નાથાએ પાઇપથી હુમલો કરી માથામાં ઇજા કરતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.સની કડીયા કામની મજૂરી કરે છે. તેના સગાના કહેવા મુજબ તે સાંજે પોતાની પત્નિને બાઇકમાં બેસાડીને નીકળ્યો ત્યારે ભરવાડ યુવાનો રસ્તા વચ્ચે ઘેંટા રાખીને બેઠા હોઇ તેને સાઇડમાં લેવાનું કહેતાં માથાકુટ થઇ હતી અને હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જામનગર મરીન પોલીસને જાણ કરી હતી.

(11:31 am IST)