Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

બે બંદરો અને ચાઈનીઝ નાગરિકોની વસ્તી ધરાવતા કચ્છમાં કોરોના સામે આગોતરી તૈયારીઃ બે ખાસ વોર્ડ સાથે તબીબોની ટીમ તૈયાર

ભુજ,તા.૫: કચ્છમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપર વિદેશી જહાજો અને નાગરિકોની અવરજવર સતત રહ્યા કરે છે. તો, વ્યવસાય અર્થે કચ્છમાં ૫૦૦ થીયે વધુ ચાઈનીઝ નાગરિકો રહે છે. કચ્છના ધંધાર્થીઓ પણ વિદેશ અવરજવર કરતા રહે છે. આવા સંજોગોમાં 'કોરોના'ના ભય સામે કચ્છમાં આગોતરી તૈયારી શરૂ કરી દેવાઈ છે. કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જીકે જનરલ મધ્યે ખાસ બે અલાયદા વોર્ડ તૈયાર કરાયા છે. અદાણી જીકે જનરલ હોસ્પિટલના સુપી. ડો. એન.એન. ભાદરકાના જણાવ્યા પ્રમાણે નોડલ ઓફિસર તરીકે ડો. દિપક બલદાણીયાની આગેવાની નીચે તબીબી ટીમ તૈયાર કરાઈ છે. તેમને ખાસ તાલીમ આપવામાં આવી છે. જો કયાંય કોઈ કોરોનાનો શંકાસ્પદ દર્દી ધ્યાને આવે તો આઇસોલેશન વોર્ડમાં તબીબોની ટીમ દ્વારા તેની સંપૂર્ણ તપાસ અને સારવાર માટે અદાણી જીકે જનરલ હોસ્પિટલ સજ્જ છે.

(11:31 am IST)