Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી કચ્છની કોમી એકતા ડહોળવા સામે ફરિયાદ

ભુજ,તા.૫: ભચાઉના મુસ્લિમ યુવાન શરીફ નોતીયારે સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકવા અંગે બે મોબાઈલ ધારકો સામે પોલીસ ફરિયાદ કરી છે. દિલ્હી રમખાણોનો વીડીયો તેમ જ ખંભાતની મસ્જિદ અંગેની ખરાબ લખાણવાળી પોસ્ટ ભચાઉના શિવસેના ગ્રુપમાં કરાઈ હતી. આવા લખાણ દ્વારા કચ્છની કોમી શાંતિ ડહોળવા અંગે ભચાઉ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)