Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

હડમતીયા ગોલીડામાં કબજીયાતની બીમારીથી કંટાળી વૃદ્ધ પ્રેમજીભાઇ પટેલનો આપઘાત

પટેલ વૃદ્ધે વાડીએ ઝેરી દવા પી લીધીઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. પ : હડમતીયા ગોલીડામાં રહેતા પટેલ વૃદ્ધે કબજીયાતની  બીમારીથી કંટાળી પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ હડમતીયા ગોલીડામાં રહેતા પ્રેમજીભાઇ નારણભાઇ કાકડીયા (ઉ.૭૬) એ ગઇકાલે પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક પ્રેમજીભાઇ કબજીયાતની બીમારીથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ મનહરસિંહ અને રાઇટર કલ્પેશભાઇએ પ્રાથમીક કાગળો કરી હડમતીયા ગોલીડા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:30 am IST)