Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જસદણ નજીક 'હીટ એન્ડ રન' : બસે બાઇકને ઉલાળતા આંબરડીના રાણાભાઇ મકવાણાનું મોત

કોળી વૃદ્ધ આટકોટથી જસદણ જતા'તા ને કાળ ભેટયો : બસ ચાલક ભાગી ગયો

રાજકોટ, તા. પ : જસદણના ગોખરા ચોકડી પાસે પરમ દિવસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં બેસે બાઇકને હડફેટે લેતા કોળી વૃદ્ધનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જસદણના આંબરડી ગામમાં રહેતા રાણાભાઇ કાનાભાઇ મકવાણા (ઉ.વ.૬૬) પરમ દિવસે પોતાનું બાઇક લઇને આટકોટથી આંબરડી જતા હતાં ત્યારે ગવોખરા ચોકડી પાસે બસે બાઇકને હડફેટે લેતા કોળી વૃદ્ધ ફંગોળાઇ ગયા હતા. બનાવ બનતા બસનો ચાલક બસ લઇને ભાગી ગયો હતો. બાદ આસપાસના લોકો એકઠા થતાં કોળી વૃદ્ધને સારવાર માટે જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલાએ પ્રાથમિક કાગળો કરી જસદણ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:30 am IST)