Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કચ્છમાં ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો, ઠંડો પવન ફૂંકાયો, દયાપરમાં વરસાદી માવઠું

ભુજ,તા.૫: કચ્છમાં પોષ મહિનાથી જ આકરો તાપ પડવાનું શરૂ થયું તે સિલસિલો ફાગણમાં પણ ચાલુ રહ્યો છે. જોકે, ૩૫ ડીગ્રી ગરમી વચ્ચે ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાંજથી એકાએક ઠંડો પવન ફૂંકાવવાનો શરૂ થયા બાદ રાત્રે ઠંડક અનુભવાઈ હતી. આજે સવારથી જ વાતાવરણમાં આવેલા પલટાની અસર તળે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાવવાનું શરૂ થયા બાદ ઠંડક વરતાઈ હતી. દરમ્યાન લખપત તાલુકાના દયાપર સહિતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા સાથે માવઠું પડ્યું છે. છેલ્લા ઘણા સમયથી કચ્છમાં શિયાળા, ઉનાળા અને ચોમાસા એમ ત્રણેય ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે.

(11:29 am IST)