Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

દ્વારકામાં માવઠુ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળ વર્ષા સાથે ઠંડક : જામનગરમાં ૮.૮ ડિગ્રી

સવારના સમયે શિયાળા જેવુ અને બપોરના સમયે ઉનાળા જેવું હવામાન

રાજકોટ તા.૦૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર વાતાવરણમાં પલ્ટા સાથે આજે વહેલી સવારના દ્વારકામાં માવઠુ વરસ્યુ હતુ જ્યારે જામનગરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થતા લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયુ છે. અને વહેલી સવારના સમયે સર્વત્ર ઝાકળવર્ષાને અનુભવ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

સવારે અને રાત્રીના સમયે શિયાળા જેવુ અને બપોરના સમયે ઉનાળા જેવુ હવામાન છવાઇ જાય છે.

દ્વારકા

 દ્વારકાઃ: દ્વારકામાં આજે સવારે જોરદાર વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ. અને પવન પણ ફુંકાતા વાતાવરણ ઠંડુ થઇ ગયુ હતુ અને રસ્તા ફરી ઉપર પાણી ફરી વળ્યા હતા.

જુનાગઢ

જુનાગઢઃ આજે જુનાગઢ સહિત  સોરઠમાં ઝાકળવર્ષા સાથે કમોસમી વરસાદી વાતાવરણ થઇ જતાં ખેડુતો ચિંતિત બન્યા છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે સોરઠના હવામાનમાં પણ પલ્ટો આવેલ છે.  વહેલી સવારે જુનાગઢ સહિતના વિસ્તારોમાં જોરદાર ઝાકળવર્ષા થઇ હતી. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી નોંધાયુ હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવનની ઝડપ  ૪.૨ કીમીની રહી હતી. સવારથી આકાશમાં વાદળા હોય કમોસમી વરસાદી વાતાવરણ છવાયુ હતુ.

જામનગર

 જામનગરઃ આજનુ હવામાન ૨૯.૫ મહતમ ,૮.૮ લઘુતમ, ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ,૯.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:22 am IST)