Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જૂનાગઢમાં ચાલતાં કૌભાંડને લઇ ૪૭ શખ્સોની સામે ગુનો

બોર્ડ પરીક્ષાની ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ : આરોપીના આવાસથી રિસીપ્ટ બનાવવાના સાધનો મળ્યા ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા પહેલા ત્રણ શખ્સોની અટકાયત

અમદાવાદ, તા.૫ :     જૂનાગઢ એસઓજીએ આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ગત રાત્રીના જૂનાગઢમાં ચાલતા ધો. ૧૨ની પરીક્ષાની ડુપ્લીકેટ રિસીપ્ટના કૌભાંડનો પર્દાફાશ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખૂબ જ સંવેદનશીલ અને ચકચારભર્યા એવા આ કૌભાંડમાં એસઓજી દ્વારા રાજેશ ડાયા ખાંટ નામના શખ્સની ઘરમાંથી રીસીપ્ટ બનાવવાના સાધનો સાથે ધરપકડ કરવામાં આવી હતો તો, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. એસઓજી પોલીસે આ સમગ્ર કૌભાંડમાં કુલ ૪૭ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢના ભવાનીનગર, શાંતેશ્વર મંદિરની પાછળ રહેતો રાજેશ ડાયા ખાંટ નામનો શખ્સ તેના ઘરે કેશોદનો રણજીત ગઢવી તેમજ પ્રવિણ સોલંકી નામના શખ્સ સાથે મળીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૦ (ધો-૧૨)નાં બનાવટી પ્રવેશપત્રો (રીસીપ્ટ) બનાવતો હોવાની માહિતી સ્થાનિક એસઓજીને મળી હતી.

            જેથી જૂનાગઢ એસઓજીની ટીમ દ્વારા આરોપીઓના ત્યાં ભારે ગુપ્તતા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમ્યાન આરોપી રાજેશ ડાહ્યા ખાંટના મકાનમાંથી રિસીપ્ટ બનાવવાના સાધનો તથા મોબાઇલ, અસલ તેમજ ઝેરોક્ષ અને બનાવટી સાથે મળી કુલ રૂ.૪૫૨૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ એસઓજી દ્વારા આ સમગ્ર કૌભાંડ મામલે પ્રાથમિક તપાસ બાદ કુલ ૪૭ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં (૧)રાજેશભાઇ ડાયાભાઇ ખાંટ, (૨)રણજીતભાઇ ગઢવી (૩) પ્રવિણભાઇ સોલંકી (૪) કટારા આકાશ કરમણભાઇ (૫) હુંબલ હિમાંશુ સુભાષભાઈ (૬) ડાંગર મહેન્દ્રકુમાર મેણંદભાઇ (૭) ગોરેજીયા લખમણભાઇ રામભાઇ (૮) મેતા નિકુંજ હરેશભાઇ (૯) પીઠીયા ધવલકુમાર નાથાભાઇ (૧૦) બોરીચા મયુર મોહનભાઇ (૧૧) કોડીયાતર સરમણ માંડાભાઇ (૧૨) કરંગીયા બ્રિજેષ ધરણાંતભાઇ (૧૩) બોરીચા હાર્દિક પાંચાભાઇ (૧૪) કરંગીયા લલીતકુમાર સરમણ (૧૫) સીડા હાસમ યુસુફ (૧૬) હુણ કેતન વિરાભાઇ (૧૭) કરંગીયા પાર્થ જગમાલભાઇ (૧૮) કરંગીયા વિરેન લખમણભાઇ (૧૯) મકવાણા શીતલબેન રણછોડ (૨૦) ગોહીલ જીતેન્દ્રસિંહ વિરભદ્રસિંહ (૨૧) વાલોદર નિરવકુમાર વિનોદભાઇ (૨૨) પંડયા યાજ્ઞિકકુમાર રાજેન્દ્રભાઇ (૨૩) સોલંકી ધ્રુવ દિપકભાઇ (૨૪) પરમાર રાહુલ પ્રફુલભાઇ (૨૫) ગૌસ્વામી ક્રિશ પ્રફુલભાઇ (૨૬) ગોહીલ રૂત્વિક સંજયભાઇ (૨૭) ડાંગર હેતલ હિતેષભાઇ (૨૮) પરમાર ધવલ પ્રવિણભાઇ (૨૯) ગોહીલ અભિજીતસિંહ જયેન્દ્રસિંહ (૩૦) ધાંધલ અમીરાજ ઉમેદભાઇ (૩૧) બાનવા અલ્તાફ ગાફરભાઇ (૩૨) ખાંભલા રાજુભાઇ બિજલભાઇ (૩૩) કટારા એકતા કરમણભાઇ (૩૪) ડાંગર વિધિ ભુપતભાઇ (૩૫) પરમાર પ્રકાશ હરી (૩૬) ગોગીયા પ્રતિકકુમાર રમેશભાઇ (૩૭) ઠેબા સાહીલ મહેબુબ (૩૮) ગંદાણીયા પ્રિત સંજયભાઇ (૩૯) ઓડેદરા રાજુ દેવાભાઇ (૪૦) ગોહેલ મયુર દેવાયતભાઇ (૪૧) રાવલીયા નવઘણકુમાર વરજાંગભાઇ (૪૨) સોહાલા સંજય નાનજીભાઇ (૪૩) હડીયા પ્રકાશકુમાર નારણ (૪૪) હમીરાની શહેનાઝ આરીફ (૪૫) ઓડેદરા ગાંગાભાઇ માલદેભાઇ (૪૬) નારેલા હરેશ દેવદાનભાઇ (૪૭) સોનારા મહેશ કાળુભાઇનો સમાવેશ થાય છે. જૂનાગઢમાંથી બોર્ડની પરીક્ષા રિસીપ્ટ ડુપ્લીકેટ બનાવવાનું કૌભાંડ પકડાતાં પરીક્ષા ટાણે જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચર્ચા ચાલી હતી.

(8:37 pm IST)