Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પોરબંદરના શીશલીમાં કુવાના ખોદકામ પ્રશ્ને ધારીયા છરી અને પાઇપ વડે હુમલોઃ પ ઘવાયા

મહિલા સરપંચના પતિ તથા ર પુત્રોને ઇજા થતા રાજકોટ સારવાર માટે ખસેડાયાઃ અન્ય ર ઇજાગ્રસ્તોને જામનગર સારવારમાં ખસેડાયાઃ સામસામી પોલીસ ફરીયાદો

 પોરબંદર તા.પ : તાલુકાના શીશલી ગામે કુવાના ખોદકામ પ્રશ્ને ધારીયા છરી અને પાઇપ વડે એકબીજા ઉપર હુમલો કરતા કુલ પ વ્યકિતઓને ઇજા થયેલ છે.

હુમલામાં મહિલા સરપંચ હીરીબેન મોઢવાડિયાના પતિ ભીમાભાઇ ખીમાભાઇ અને તેના બન્ને પૂત્રો રાજુભાઇ અને રામભાઇને ઇજા થતા રાજકોટ સારવાર માટે તેમજ સામે પક્ષે ગીગા લાખા અને તેના પુત્ર પાતા ગીગાને ઇજા થતા તેને જામનગર સારવાર માટે ખસેડાયેલ છે.આ બનાવમાં સામસામી પોલીસ ફરીયાદો બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

 શીશલી ગામે તારીખ ૩ મંગળવારના ૯ કલાકે મારામારીની બગવદર પોલીસ સ્ટેશન ક્રોસ ફરિયાદ બનાવની વિગત એવી છે કે શીશલી ગામે રહેતા ગીગા લાખા ઓડેદરાની  સીમ માં આવેલી જમીનમાં ગીગા લાખા ઓડેદરા ને કુવાનું ખોદકામ કરવાનું હોય શીશલી ગામના મહિલા સરપંચ હીરીબેન ભીમા ભાઈ મોઢવાડિયા ના પતિ ભીમાભાઇ ખીમાભાઈ મોઢવાડિયાએ કુવાના ખોદકામ બાબત વાંધો ઉઠાવતા કહેલ કે તમો જયાં કૂવો ખોદવા નું કામ કરવાના છો જે સરકારી જમીન છે તેથી મહિલા સરપંચના પતિ એ કુવાનું ખોદકામ અટકાવેલ ઉપરાંત ગીગા લાખા ઓડેદરા તેમજ ભીમા ભાઈ ખીમાભાઈ મોઢવાડિયાને અગાઉ પણ મન દુઃખ હતુ તેથી તારીખ ૩ મંગળવાર સવારના ૯ કલાકે મહિલા સરપંચના પતિ ભીમા ભાઈ ખીમાભાઈ તેમજ તેમના બંને પુત્રો રાજુભાઈ અને રામભાઈ આ ત્રણે પિતા પુત્રો જતા હતા ત્યારે ગીગા લાખા ઓડેદરા તેમના પુત્ર પાતા ગીગા તેમજ કચરા મુળુ ઓડેદરા હમીર દેવા મોઢવાડિયા અને રાણા મુળુ ઓડેદરા સામસામે આવી જતા કુવાના ખોદકામ ના વાંધા બાબત બોલાચાલી થતાં સામસામી મારામારી કરવામાં આવેલ જેમાં મહિલા સરપંચના પતિ ભીમાભાઇ ખીમાભાઈ મોઢવાડિયા તેમના બંને પુત્રો રાજુભાઈ અને રામભાઈ ને ઇજા થયેલ જેમાં રાજુભાઈ ભીમાભાઇ અને રામભાઈ ભીમાભાઇ આ બંને ભાઈઓને ગંભીર ઇજાઓ થતા રાજકોટ દવાખાને ખસેડાયેલ છે જે બાબતની ફરિયાદ ભીમાભાઇ ના સંબંધી વિક્રમ મેરામણ મોઢવાડિયાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ગીગા લાખા ઓડેદરા પાતા ગીગા ઓડેદરા કચરા મુળુ ઓડેદરા હમીર દેવા મોઢવાડિયા રાણા મુળુ ઓડેદરા આ ૫ શ ખ સો વિરુદ્ઘ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે જયારે ફરિયાદી ગીગા લાખા ઓડેદરાએ ક્રોસ ફરિયાદ કરતા ભીમા ખીમા મોઢવાડિયા રાજુ ભીમા મોઢવાડિયા રામભાઈ ભીમા મોઢવાડિયા આ ત્રણ શખ્સો વિરુદ્ઘ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે આ મારામારીમાં લાકડી ધારીયા છરી અને લોખંડના પાઇપ નો ઉપયોગ કરેલ છે હાલ આ બંને પક્ષોના રાજુ ભીમા અને રામભાઈ ભીમા રાજકોટ સારવાર માં છે જયારે સામાપક્ષે ગીગા લાખા અને તેમના પુત્ર પાતા ગીગા આ બંને પિતા-પુત્ર જામનગર સારવારમાં ખસેડેલ છે આ બનાવની તપાસ પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી વીડી વસાવા ચલાવે છે.

(11:19 am IST)