Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વિસાવદરના જેતલવડની સીમમાં રોડ પર બહેનની હત્યાના આરોપી યુવરાજ માંજરીયા અને ભગીરથ ખાચર ઝડપાયા

સાસરિયામાં રહેતી ના હોય અને કહ્યા વગર ઘર છોડીને જતી રહેતી હોવાથી હત્યા કર્યાની કબૂલાત : ઝડપાયેલ બંને આરોપી અગાઉ ગુન્હામાં સંડોવાયેલ

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામની સીમમાં રોડ પર રાજકોટ ગાયત્રીનગર મેઈન રોડ ઉપર રહેતી હેતલબેન દિલીપભાઈ ખાચર નામની 32 વર્ષીય મહિલાનું તેના સગા ભાઈ યુવરાજ માંજરિયા તથા તેના બે સાગરીતો દ્વારા મહિલાની માતા શાંતુબેન, બહેન ચેતનાબેન, બનેવી ભગીરથ ખાચરની હાજરીમાં ફોર વ્હીલમા આવી, છરીના ઉપર છાપરી ઘા મારી, મોત નીપજાવી હત્યા કર્યા બાબતની ફરિયાદ શાંતુ બેન માંજરીયા દ્વારા પોતાના જ પુત્ર યુવરાજ માંજરિયાં તથા બે અજાણ્યા શખ્શો વિરૂદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પો.ઈન્સ. એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ.હતી

 જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા વિસાવદર ખાતે જાતે વિઝિટ કરી, આ ગુન્હામાં જીણવટ ભરી તપાસ હાથ ધરી, આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી

 જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.આર.પટેલ, સ્ટાફના હે.કો. અવિનાશભાઈ, જયંતિભાઇ, પુનાભાઈ, રણવિરભાઈ, ધવલભાઈ, ડ્રાઇવર જયેન્દ્રભાઈ, સહિતના સ્ટાફની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીએસઆઇ આર.કે.ગોહિલ, સહીલભાઈ શમાં, યશપાલ સિંહ, ડાયાભાઇ, સહિતની ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, પોકેટ કોપ એપ્લિકેશન આધારે આરોપી યુવરાજ માંજરીયાં બાબતે સર્ચ કરવામાં આવતા, રાજકોટ શહેર બોટાદ જિલ્લા ખાતે ખૂન, મારામારી, દારૂ પી ને વાહન ચલાવવા, સહિતના ગુન્હાઓના પકડાયેલ હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.

  ઉપરાંત, આ આરોપી યુવરાજ માંજરીયા 2016 ની સાલમાં રાજકોટ શહેરમાં પાસાં ધારા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂકેલ આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની વિગતો જાણવા મળેલ હતી. ઉપરાંત, ટેકનિકલ સોર્સ આધારે જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવતા, મરણ જનાર હેતલબેનની સાથે રહેલ તેના બનેવી ભગીરથ ખાચર ખુદ આરોપી યુવરાજ માંજારિયાની સાથે સંપર્ક મા હોવાની પણ વિગતો પ્રકાશમાં આવી હતી.

 જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.આર.પટેલ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીએસઆઇ આર.કે.ગોહિલ, સહિતની બંને ટીમો દ્વારા તાત્કાલિક ભગીરથ ખાચરની પૂછપરછ હાથ ધરવામાં આવતા, ભગીરથ ખાચર ભાંગી પડ્યો હતો અને પોતાના સાળા સાથે મળી, પોતાની સાળીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. બીજી બાજુ યુવરાજ કાઠીના ગુન્હાહિત ઇતિહાસ આધારે રાજકોટ શહેર પોલીસ, બોટાદ પોલીસ તથા અમરેલી પોલીસને પણ તપાસમાં રહેવા જાણ કરવામાં આવતા, ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સાંખરા તથા સ્ટાફની ટીમ પણ હરકતમાં આવેલ હતી. જેના આધારે યુવરાજ કાઠી પણ રાજકોટ ખાતેથી ગુન્હામાં વાપરેલ કાળા કલરની કાર સાથે મળી આવતા, રાઉન્ડ અપ કરી, વિસાવદર ખાતે લાવવામાં આવેલ હતો.

  વિસાવદર ખાતે બનેલ ખૂનના ગુનામાં મરણ જનાર હેતલબેન ખાચરના ભાઈ તથા બનેવીની સંડોવણી જણાતા આરોપીઓ યુવરાજ પ્રતાપભાઈ માંજારીયા જાતે કાઠી દરબાર (ઉવ. 27) ( રહે. ગાયત્રીનગર મેઈન રોડ, હસનવાડી, રાજકોટ) તથા ભગીરથભાઈ શાંતુભાઈ ખાચર જાતે કાઠી દરબાર (ઉવ. 35 ) (રહે. પાળીયાદ તા.જી. બોટાદ)ની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓને પકડવા તથા વિગતો મેળવવા તથા આરોપીઓ વિરુદ્ધના પુરાવાઓ મેળવવા જૂનાગઢ પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન નો ભરપૂર ઉપયોગ પણ કરવામાં આવેલ હતો. પકડાયેલ આરોપી યુવરાજ માંજારિયાં ભૂતકાળમાં ખૂન, મારામારી, સહિતના આશરે આઠ થી દસ ગુન્હાઓના પકડાયેલ છે અને 2017 મા પાસાં ધારા હેઠળ પણ અટકાયત કરવામાં આવેલ હતી

  પકડાયેલ બંને આરોપીઓ યુવરાજ માંજરિયા અને ભગીરથ ખાચરની પૂછપરછ કરવામાં આવતા, બંને આરોપીઓ હેતલબેન ખાચરના ખૂનના ગુનાની કબૂલાત કરવામાં આવેલ હતી. ઉપરાંત, પોતાની બહેન પોતાના સાસરિયામાં રહેતી ના હોય, ચાલા ચલગત સારી ના હોય, અવાર નવાર પોતાની મરજી મુજબ ઘર છોડી, જતી રહેતી હોય, હમણાં છેલ્લા એકાદ દોઢ વર્ષથી પણ કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહેતા સમાજમાં કુટુંબની આબરૂ જતી હોય, તાજેતરમાં પરત આવેલ હોઈ, પોતાના બનેવીને આ હેતલબેનને લઈને નીકળવાની અને ક્યાં હોવાની માહિતી આપવાની સૂચના આરોપી યુવરાજ દ્વારા આપવા સૂચના કરેલ જે આધારે આરોપી ભગીરથ દ્વારા માહિતી આપવામાં આવેલ અને જે આધારે આરોપી યુવરાજ માંજરિયા તથા તેના મામા નો દીકરો વનરાજ દિલુભાઇ વાળા (રહે. સરંભડા ગામ જી. અમરેલી) અને પોતાનો મિત્ર મુનીયો ઉર્ફે પથો ઉર્ફે પાર્થ રાઠોડ રજપૂત )રહે. રાજકોટ) સાથે આવી, છરીના ઘા મારી, મોત નીપજાવી મારી નાખ્યાની કબૂલાત કરવામાં આવેલ છે......
 પકડાયેલા આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી, પકડાયેલા આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવી, પકડવાના બાકી આરોપીઓ અંગે તથા પુરાવાઓ મેળવવા અંગે વધુ તપાસ વિસાવદર પો.ઈન્સ. એન.આર.પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(12:40 am IST)