Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કોરોના વાયરસના સૌરાષ્ટ્રના કેસની તપાસ માટે જામનગર સિવિલમાં ખાસ લેબોરેટરીની વ્યવસ્થા : ગુજરાતમાં અમદાવાદ સહીત જામનગર લેબોરેટરીને મંજૂરી : દેશની 19 લેબોરેટરીમાં તપાસ થશે

જામનગર: જામનગરમાં કોરોના વાયરસને લઈને તંત્ર સજ્જ બન્યું છે કોરોના વાયરસના બ્લડ સેમ્પલની જામનગરમાં જ  તપાસ થશે

  જી.જી.હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે
2 વોર્ડમાં 56 પથારીઓ અને જરૂરી વસ્ત્રો ઉપલબ્ધ કરાવાયા છે
વિદેશથી આવતા પ્રવાસીઓને સજાગતા દાખવી કોરોના અંગે તપાસ માટે આગ્રહ રાખવામાં આવશે
જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકે કલેકટર કચેરીએ કોરોના વાયરસ મામલે માહિતી આપી હતી
 સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ જામનગરમાં કોરોના વાયરસના સેમ્પલની ચકાસણી થશે જે માઇક્રોબાયોલોજી લેબમાં તપાસ થશે
ભારતમાં 19 સ્થળોએ થાય છે કોરોના વાયરસના બ્લડ સેમ્પલ ચેકીંગ તેમાં  ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં 2 લેબને માન્યતા મળી છે  (તસવીર: કિંજલ કારસરીયા

(9:07 pm IST)