Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનામાં લાગેલ આગ

ફાયરબ્રિગેડે વિકરાળ આગને કાબુમાં લીધી

ધોરાજી, તા.પઃ ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનામાં અગમ્ય કારણોસર વિકરાળ આગ લાગી જતાં નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમ પહોચીને આગને કાબુમાં લીધી હતી. ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટીક ઉધોગ વસાહત માં આવેલ ગોમતી પ્લાસ્ટીકમાં મોડી રાત્રીના આગ લાગી જતાંના બનાવ અગે જાણ થતા ધોરાજી પીઆઇ મીઠાપરા, પોલીસ સ્ટાફ સહિતના સ્ટાફ તથા નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમ પહોંચીને આગને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી. આ પ્લાસ્ટીક કારખાનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જેતપુર, ઉપલેટા, ધોરાજી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમોએ દોડધામ કરીને વહેલી સવારે આગને કાબુમાં લીધી હતી.

આ બનાવ અંગે ધોરાજી પ્લાસ્ટીક કારખાના ના જગદીશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે મોડી રાત્રે કારખાનામાં આગ લાગી જતાં કારખાના ના શેડ, મશીનરી, પ્લાસ્ટીક માલનો જથ્થો આગમાં સળગી ગયેલ છે આગથી મોટી નૂકશાની થયેલ હોવાનું જણાવ્યું હતું.

(1:23 pm IST)