Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

હળવદમાં જિલ્લાની વિવિધ યોજનાના કામોનું સૌરભભાઇ પટેલના હસ્તે લોકાર્પણ તથા ખાતમુર્હુત

હળવદ, તા.પઃ તાલુકા પંચાયત કચેરી કેમ્પસ ખાતે મોરબી જિલ્લાના વિવિધલક્ષી યોજનાકીય કામોનો લોકાપર્ણ અને ખાતમુહુર્ત વિધિ કાર્યક્રમ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે યોજાયો.

કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના આગમન ત્યારબાદ સ્વાગત પ્રવચન મનનીય મોરબી જિલ્લા કલેકટર તથા ઉપસ્થિત મહેમાનોને ફળોની ટોપલી આપી શિશુ મંદિરની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ગુજરાત રાજયના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે કરોડો રૂપિયાના કામોનુ લોકાર્પણ થતા ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ કરીયુ હતું.

ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે પોતાના વ્યકતવ્યમાં જણાવ્યું હતું કે, આજે મોરબી જિલ્લા માટે ૭૦ કરોડના ખર્ચે રોડ-રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, પી.એચ.સી. ઉર્જા, ગામડામાં સી.સી.રોડ હોય તેવા વિવિધલક્ષી કામોના અહિંયાથી લોકાપર્ણ અને ખાતમુહુર્ત વિધિ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સર્વાંગી વિકાસ અંતર્ગત દરેક ક્ષેત્રે ખૂબ સારી રીતે લોકોને સ્પર્શે તેવા કામો હાથ પર લીધા છે. અને છેવાડા ગામડાના લોકો સુધી આ યોજનાઓ પહોંચે તેવો સરકાર તરફથી કામો હાથ ધરાયા છે.આ પ્રસંગે સાંસદ દેવજીભાઇ ફતેપરા અને પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતાં. જયારે જિલ્લા કલેકટર આર.જ.માકડિયાએ સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત મંત્રી અને મહાનુભાવો સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં હળવદ તાલુકા પ્રમુખ પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, બીપીનભાઇ દવે, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા તેમજ હળવદ મામલતદાર વી કે સોંલકી, તાલુકા પંચાયત, નગરપાલિકાના અધિકારીઓ અને ખેડુતભાઇઓ, નગરજનો, ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

(1:20 pm IST)