Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અજાણ્યા ટ્રકની હડફેટે યુવાનનું મોત

અમરેલી, તા. પઃ ખાંભાના મોટા સમઢીયાળા ગામના રતીગીરી ભીમગીરી ગોસ્વામીનો ભત્રીજા સંજયગીરી પસવંતગીરી (ઉ.ર૪) નામનો યુવાન ટ્રકના ડ્રાઇવર કમ કલીનર હોય ગઇ રાત્રી દરમિયાન જાફરાબાદ નર્મદા ફેકટરીના ગેટ પાસે કોઇ અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી સંજગીરીને હડઠેટે લઇ મોત નિપજાવી નાશી ગયાની ફરીયાદ જાફરાબાદ મરીનમાં નોંધાવેલ છે.

બાળાને ભગાડી ગયો

બગસરા તાબેના ખીજડીયા ગામના મનુભાઇ હિરાભાઇ પઢીયાર (ઉ.વ.પપ) નામના આઘેડની દિકરીને વાધણીયા ગામના લાલાભાઇ ભાવેશભાઇ સીંગલ લલચાવી ભગાડી ગયાની ફરીયાદ બગસરા પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે વધુ તપાસ આઇ.વી. રબારી પો. ઇન્સ. ચલાવી રહ્યા છે.

(4:47 pm IST)