Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

બાબરાના ખાખરીયામાં ૪ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનાર મામાની ધરપકડ

બાબરા, તા. પ : તાલુકાના ખાખરીયા ગામે રહેતી ચાર વર્ષની બાળા ગત તા. ર૪ના રોજ લાઠી માતા સાથે બેન્કીંગ કામે ગયા બાદ બીજા દિવસે નજીક રહેતા કુટુંબીક મામા દ્વારા બાળકીને ફોસલાવી અને ભાગ આપવાના બહાને ઘરમાં પૂરી માસુમ ઉપર બળાત્કાર ગુજારવા અંગે બાળકીની માતા દ્વારા લાઠી પોલીસ મથકમાં વિધીવત ફરીયાદ આપવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપી કુટુંબીક મામા હસમુખ મનુ ઝાપડીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

બપોર બાદ લાઠી મહીલા ફોજદાર અને ગુનાહીત પ્રવૃત્તિ સામે લેડી સીંધમ તરીકે છાપ ધરાવતા ગીતા આહીર દ્વારા નરાધમ આરોપીને ટાઉન વિસ્તારમાં પોલીસથી નાસતો ફરતો દબોચી જાહેરમાં સરભરા કરી કોર્ટ હવાલે કરવામાં આવ્યો હતો. અમરેલી જીલ્લા કોર્ટ દ્વારા એક દિવસના રીમાન્ડ આપતા પોલીસે તપાસ હાથજ ધરવા પામી છે.

(4:47 pm IST)