Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

મોરબીમાં ફેસબુકના આઇડી હેક કરી ઠગાઇ કરનાર ધાર્મિકના રીમાન્ડ મંગાયા

જામનગર કાપડનો વેપારીનો પુત્ર મિત્રો સાથે મળી મોજ મજા કરવા છેતરપીંડી કરતો'તો

મોરબી તા. ૫ : મોરબીમાં ફેસબુકના આઇડી હેક કરી છેતરપીંડી કરતા પકડાયેલ જામનગરના વેપારી યુવાનને આજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાનાર છે.

મળતી વિગતો મુજબ મોરબીની ચિત્રકૂટ સોસયટીમાં રહેતા અને સિરામિકના વ્યવસાય સાથે સંકળાયેલા દીપક સવજીભાઈ ધમાસણા એ થોડો સમય પેહલા એલ.સી.બી ના ઇન્ચાર્જઙ્ગ પી.આઈ. આર.ટી.વ્યાસને ઙ્ગએવી અરજી આપી હતી કે તનું ફેસબુક નું આઈ.ડી. કોકે હેક કરીને તેના મેસ્જર નો ઉપયોગ કરી અને તેના મિત્રો અને સ્નેહીઓ પાસેથી પે.ટી.એમ. રૂપિયા મગાવીને રૂપિયા ૫૦ હજારથી વધુનીઙ્ગ છેતર પીડી કરતો હોવાની જાણ કરી હતી.

એલ.સી.બી. ટીમે અરજીનાં આધારે ખાનગી રાહે તપાસ કરતા આ ચીટીંગ કરનાર જામનગરની પટેલ કોલોનીમાં રેહતા ધાર્મિક રસિકભાઈ પાબારી ની ધરપકડ કરી હતી.

આ શખ્સ તેના મિત્ર સાથે મળીને મોજ મજા કરવા માટેઙ્ગ છેતર પીડી કરતા અને મોરબીમાં અન્ય બે લોકો સાથે પણ છેતર પીડી કરી છે પણ જે અગે હજુ કોઈ ફરિયાદ નોધાય નથી અને વધુમાં મળતી વિગત મુજબ આરોપી યુવાનને પિતાને જામગનર માં કાપડની દુકાન ધરાવે છે અને પોતે ધોરણ ૧૧ અભ્યાસ કરલે છે અને આરોપી જેનું ફેસબુક એકાઉન્ટ હેક થાય કે તરતજ તેનો પાસવર્ડ પણ બદલી નાખતો હતો જેથી તેને સાચો ઉપયોગ કરનાર ફરી ફેસબુક આઈ.ડી ઉપયોગ કરીનાઙ્ગ શકે ઙ્ગઆ શખ્સ કેટલા લોકોના આઈ.ડી.હેક કરી છેતરપીંડી કરી છે તે તપાસ કરવા તેને પાંચ દિ'ના રીમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ એ-ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

(4:45 pm IST)